ISRO-Biperjoy/ બિપોરજોય વાવાઝોડામાં સરકારની આ સંસ્થા બનીને આવી તારણહાર

બિપોરજોય વાવાઝોડાથી બચાવવા માટે તંત્રએ ખડે પગે કામગીરી બજાવી અને એક પણ વ્યક્તિનો જીવ ન ગયો, પણ આ વાવાઝોડાને લઈને પહેલેથી લઈને છેલ્લે સુધી તંત્રના એક એકમે જબરજસ્ત કામગીરી બજાવી તેની બહુ ઓછા લોકોને ખબર હશે.

Top Stories Gujarat
ISRO Biperjoy બિપોરજોય વાવાઝોડામાં સરકારની આ સંસ્થા બનીને આવી તારણહાર

બિપોરજોય વાવાઝોડાથી બચાવવા માટે તંત્રએ ખડે પગે કામગીરી બજાવી અને એક પણ વ્યક્તિનો જીવ ન ગયો, પણ આ વાવાઝોડાને લઈને પહેલેથી લઈને છેલ્લે સુધી તંત્રના એક એકમે જબરજસ્ત કામગીરી બજાવી તેની બહુ ઓછા લોકોને ખબર હશે. પહેલા તો બિપરજોય વાવાઝોડું સર્જાયું તેની ખબર જ પણ સરકારી તંત્રના સરકારના આ જ વિભાગે સૌથી પહેલા આપી હતી. પછી તેણે છેક સુધી બિપોરજોય વાવાઝોડાનો ટ્રેક રાખ્યો, તેની તીવ્રતા અંગે જણાવ્યું, તેની વારંવાર બદલાતી દિશા અંગે સતત અપડેટ કર્યા અને તે કાંઠા પર ટકરાયુ ત્યાં સુધીની પળેપળની માહિતી સરકારને આપી.

સરકારે આ માહિતીના આધારે તેના બચાવના આયોજનનો અંતિમ સ્વરૂપ આપ્યુ અને હજારો લોકોના જીવ બચાવી શકાયા. બિપરજોય જેવું જ વાવાઝોડું કચ્છમાં 1998માં ટકરાયું હતું અને ત્યારે આ જ પ્રકારની માહિતીના અભાવે દસ હજારથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલાય લોકો બેઘર થઈ ગયા હતા. હા, આપણે અહીં વાત કરીએ છીએ ઇસરોની. ઇસરો અહીં ગુજરાત માટે તારણહાર બનીને આવ્યું છે. આ ભૂમિકા કંઇ ઇસરોએ પહેલી જ વખત ભજવી નથી, પણ તે લગભગ દાયકાથી ભજવતું આવ્યું છે.

ઇસરો કુદરતી આફતોને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ (DMS) પ્રોગ્રામ ચલાવે છે. જેમાં અંતરિક્ષમાંથી સેટેલાઈટ્સ તરફથી મોકલવામાં આવેલા ડેટા, તસવીરો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસરો કોઈ કુદરતી આફત સમયે કે ત્યારેબાદ સેટેલાઈટથી મળેલા રિયલ ટાઈમ ઈન્ફોર્મેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો તથા વિભાગોને મોકલે છે. તેમાં તેના પોતાના સેટેલાઈટના ડેટા તો મોકલે છે પરંતુ સાથે બીજી સ્પેસ એજન્સીઓના સેટેલાઈટ પણ મદદ કરે છે. તેનું કારણ એ છે કે ઈસરો ડિઝાસ્ટર મેનેજમેન્ટના સિલસિલામાં અનેક અન્ય દેશોની સાથે ઈન્ટરનેશનલ ચાર્ટર સ્પેસ એન્ડ મેજર ડીઝાસ્ટર્સ, સેન્ટિનેલ એશિયા, UNESCAP જેવા આંતરરાષ્ટ્રીય ફ્રેમવર્કમાં સાથે મળીને કામ કરે છે.

ઈસરોના સેટેલાઈટની મદદથી હવામાનની સ્થિતિઓ પર સતત નજર રાખવામાં આવે છે. સેટેલાઈટ્સની મદદથી ટેલિકોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ, હવામાન, સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ મળે છે. હાલ ઈસરોના બે હવામાન ઉપગ્રહ છે. INSAT-3D અને INSAT-3DR. આ બંને સેટેલાઈટ્સ પર ડેટા રિલે ટ્રાન્સપોન્ડર (DRT) લાગેલા છે. જે ગ્રાઉન્ડ સ્ટેશનો સુધી ડેટાની અવરજવર પર કામ કરે છે. સેટેલાઈટ્સથી આ ડેટા સીધા અર્થ સ્ટેશન પહોંચે છે.

આવું પહેલીવાર નથી થયું જ્યારે ભારતમાં કોઈ કુદરતી આફત સમયે ઈસરોના સેટેલાઈટ્સ તારણહાર બનીને ઊભર્યા છે. આ અગાઉ પણ હુડહુડ, અમ્ફન, ફાની જેવા ખતરનાક વાવાઝોડા અને અનેક રાજ્યમાં પૂર દરમિયાન આ સેટેલાઈટ્સની મદદથી હજારો જીવ બચાવવાનું શક્ય બન્યું.

2019માં જ્યારે ચક્રવાતી તોફાન ફાનીએ ભારતમાં દસ્તક આપી ત્યારે ઈસરોના સેટેલાઈટ્સની મદદથી એક અઠવાડિયાથી વધુ સમય પહેલા જ તોફાન વિશે જાણકારી મળી ગઈ હતી. ઈસરોના 5 સેટેલાઈટ્સ સતત તેના પર નજર રાખી રહ્યા હતા. તેઓ દર 15 મિનિટે ગ્રાઉન્ડ સ્ટેશનને ડેટા મોકલતા હતા જેના કારણે તોફાનને ટ્રેક કરવા, તેની ગતિ અને દિશાનું પૂર્વાનુમાન કરવામાં મદદ મળી અને સમયસર રેસ્ક્યૂ ઓપરેશનથી હજારો લોકોના જીવ બચાવી શકાયા.

ડિસેમ્બર 2016માં બંગાળની ખાડીમાં ઉદભવેલા તોફાન વરદા સમયે પણ ઈસરોના સેટેલાઈટ્સે તમિલનાડુમાં 10 હજાર લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં મદદ કરી હતી ત્યારે NSAT-3DR અને Scatsat-1 સેટેલાઇટ્સમાંથી મળેલા ડેટાના આધારે ચેન્નાઈ, થિરુવલ્લુર, કાંચીપુરમ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડાયા  હતા.

આ જ રીતેઓક્ટોબર 2014માં પણ હુડહુડ તોફાન સમયે ઈસરોના સેટેલાઈટ્સ INSAT-3D  તરફથી મળેલી તસવીરોના કરાણે તોફાનને ટ્રેક કરવામાં મદદ મળી હતી. જો તમને ચોકસાઈપૂર્વકની માહિતી મળી જાય કે ક્યારે તોફાન ઉઠી રહ્યું છે, ક્યારે કઈ ગતિથી ક્યાં પહોંચશે તો સમયસર લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું સરળ બની જાય છે. આ સેટેલાઈટ્સે પણ આ જ કામ કર્યું. ફક્ત તોફાન જ નહીં, પૂર અને અન્ય કુદરતી આફતો સમયે પણ ઈસરોના સેટેલાઈટ્સ ખુબ મદદગાર સાબિત થાય છે. દાખલા તરીકે 2018માં કેરળમાં આવેલા ભીષણ પૂરનું ઉદાહરણ લો. ત્યારે ઈસરોના 5 સેટેલાઈટ્સે પૂરની સ્થિતિ પર ચાંપતી નજર રાખીને આફત રાહતમાં મદદ કરી હતી.

 

આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડાના લીઘે રાજસ્થાનમાં મુશળધાર વરસાદ,13 ટ્રેનો સહિત અનેક ફ્લાઇટ રદ,જાણો સમગ્ર અહેવાલ

આ પણ વાંચોઃ Senthil Balaji Case/ સેંથિલ બાલાજીની ધરપકડ સામે વિપક્ષની રેલી,CM એમકે સ્ટાલિને કહ્યું ‘આ એકતા ભાજપનો પાયો હચમચાવી નાખશે’

આ પણ વાંચોઃ ઘર્ષણ/ જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, DYSP ઘાયલ,લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડાયા

આ પણ વાંચોઃ AUS Vs ENG Test/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 393 રન પર પ્રથમ દાવ ડિકલેર કર્યો,રૂટે સદી ફટકારી

આ પણ વાંચોઃ Ucc/ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે યુનિફોર્મ સિવિલ કોડ પર શું કહ્યું?