પાણીનો પોકાર/ ગરબાડા તાલુકામાં પાવીનાં પાણીની કટોકટી સર્જાઈ

પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે, મહિલાઓ સહિત બાળકોને પીવાનાં પાણી માટે વલખા મરવા પડી રહ્યા છે.અત્યારથી જ પીવાના પાણીની કટોકટી સર્જાઈ રહી છે, ત્યારે આખો ઉનાળો કેમ નીકળશે.

Gujarat Others
પાણી

હજી ઉનાળાની ઋતુની શરુઆત થઈ નથી, ને ત્યાં જ પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે, મહિલાઓ સહિત બાળકોને પીવાનાં પાણી માટે વલખા મરવા પડી રહ્યા છે.અત્યારથી જ પીવાના પાણીની કટોકટી સર્જાઈ રહી છે, ત્યારે આખો ઉનાળો કેમ નીકળશે.

આ પણ વાંચો:વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવારે મારી ટક્કર, પોલીસકર્મીનું મોત

દાહોદ જિલ્લાનાં ગરબાડા તાલુકા પંચાયતના ખારવા ગામ પંચાયતમાં આવેલા ભાભોર ફલીયા,વહુનિયા ફલીયા, સડક ફલીયામાં અત્યારથી પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. શિયાળાની ઋતુમાં ઉનાળા જેવા દ્રશ્યો સર્જાયા છે. ગામની મહિલાઓ પાણીની શોધમાં ભટકી રહી છે. આ વિસ્તારમાં પંચાયત કે તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના હેન્ડ પંપ કે બોરની સુવિધા ઉપલબ્ધ નથી.જેના કારણે ગામ લોકોને એક દોઢ કિલોમીટર દૂર પીવાના પાણી માટે વલખાં મારવાં પડે છે.

ગામલોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.જેથી મહિલાઓ સહિત અભ્યાસ કરતા બાળકો પણ અભ્યાસ છોડી કલાકો સુધી પીવાના પાણી માટે ઉભા રહેવું પડે છે. આ તસવીરો તેનું બયાન આપે છે. શું પંચાયત કે તંત્ર દ્વારા કોઇ પીવાના પાણીની સુવિધા કરવામાં આવશે. તે એક પ્રશ્ન ઉભો થયો છે.

આ વિસ્તારમાં ચૂંટણીનાં સમયે તો નેતાઓ દ્વારા અનેક વ્યવસ્થાઓ કરી આપવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી બાદ કોઈ નેતા આ ગામમાં ફરકતા પણ નથી.ત્યારે શું આ અહેવાલ બાદ ધારાસભ્ય કે ચુંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાત લઈને આ સમસ્યાનો હલ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક દિવસમાં કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ,657 દર્દીઓના મોત

આ પણ વાંચો: વેક્સિનેશનમાં નિરાશા, માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ લીધી વેક્સિન