રાજકીય/ ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?

હાર્દિક અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં આવેલી કોઈ બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે તેમ છે. અમદાવાદ પૂર્વમાં આવેલી નિકોલ, બાપુનગર કે ઠકકરબાપા નગરની કોઈ એક બેઠક ઉરથી ચૂંટણી લડી શકે છે.

Top Stories Gujarat Others
p3 1 ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?
  • ચૂંટણી પહેલાં સમાચાર પાક્કા છે
  • ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં
  • અમદાવાદમાં હાર્દિક પટેલની થશે એન્ટ્રી
  • અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી હાર્દિક પટેલ લડશે ચૂંટણી
  • વિરમગામમાં ટિકિટ માટે ચાલી રહી છે મથામણ
  • અમદાવાદમાં દિગ્ગજ નેતાની કપાઈ શકે ટિકિટ
  • અમદાવાદ પૂર્વની જનતા હાર્દિક પટેલને સ્વીકારશે?

વિધાનસભા ચૂંટણી પહેલા તેનાઓ ટિકિટ ની ગોઠવણ શરૂ કરી દેતા હોય છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર  જ શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે પણ ભાજપમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ટિકિટ માટે હવાતિયા  મારવાની શરૂ કરી દીધુ છે. વિરમગામ સહિત અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે.

જો કે હાર્દિક અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં આવેલી કોઈ બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે તેમ છે. અમદાવાદ પૂર્વમાં આવેલી નિકોલ, બાપુનગર કે ઠકકરબાપા નગરની કોઈ એક બેઠક ઉરથી ચૂંટણી લડી શકે છે. જો આવું થાય તો અમદાવાદનાં દિગ્ગજ નેતમાથી કોઈ એકની ટિકિટ કપાઈ શકે છે.  વિરમગામ ખાતે અનેક દિગ્ગજ નેતાઓ છે. અને ટિકિટની ખેંચતાણ પણ છે. એટ્લે કદાચ હાર્દિક વિરમગામ ને બદલે અમદાવાદ પસંદ કરી શકે છે.

ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી હતી. અને ભાજપમાં જોડાયા હતા. 

બહેનને શિષ્યવૃત્તિ ન મળી તો હાર્દિકે સંસ્થા બનાવી:
2010માં હાર્દિક પટેલે અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ. કોલેજ દરમિયાન જ હાર્દિકે વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી પદ માટે ચૂંટણી લડી હતી અને તે બિનહરીફ ચૂંટાયો હતો. જુલાઇ 2015માં જ્યારે હાર્દિક પટેલની બહેન મોનિકાને ગુજરાત સરકાર તરફથી સ્કોલરશીપ ન મળી અને તેના એક મિત્રને ઓછા નંબર મળવા છતાં પણ તેની પસંદગી કરવામાં આવી ત્યારે હાર્દિક પટેલે તેની સામે અવાજ ઉઠાવવાની તૈયારી કરી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિની રચનાઃ
ત્યારબાદ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી હતી. હાર્દિકે ગુજરાતના પાટીદાર સમાજ માટે અનામતની માંગ માટે લડત ચલાવી અને કહ્યું કે આ એક એનજીઓ છે, જેનો હેતુ ઓબીસીને અનામત આપવાનો છે. હાર્દિકે જુલાઈ 2015થી રેલીની શરૂઆત કરી હતી. ધીમે ધીમે સોશિયલ મીડિયા દ્વારા તેમના સમર્થકો વધતા ગયા.

સપ્ટેમ્બર 2015માં પટેલ નવનિર્માણ સેનાની રચના થઈ:
હાર્દિક પટેલે 9 સપ્ટેમ્બર 2015ના રોજ અન્ય સંગઠન પટેલ નવનિર્માણ સેનાની રચના કરી હતી. તેનો હેતુ કુર્મી, પાર્ટીદાર અને ગુર્જર સમુદાયને ઓબીસીમાં સામેલ કરવાનો અને તેમને સરકારી નોકરી અપાવવાનો હતો. આ વર્ષે 18 ઓક્ટોબરે હાર્દિક પટેલ પર રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ પણ લાગ્યો હતો. આ મામલે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે થોડો સમય જેલમાં પણ ગયો હતો. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસે તેમને ઉદયપુરમાં તાજેતરમાં યોજાયેલા ચિંતન શિવિરમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ ગયા ન હતા.