WASTE/ ઇ વેસ્ટ કલેક્શન બાદ રીસાયકલનો નવો અભિગમ: નિકાલ, નિવારણ સાથે રેવેન્યુ જનરેટના ત્રિવેણી લાભ

ઇ વેસ્ટ કલેક્શન બાદ રીસાયકલનો નવો અભિગમ: નિકાલ, નિવારણ સાથે રેવેન્યુ જનરેટના ત્રિવેણી લાભ

Ahmedabad Top Stories Gujarat
modi 13 ઇ વેસ્ટ કલેક્શન બાદ રીસાયકલનો નવો અભિગમ: નિકાલ, નિવારણ સાથે રેવેન્યુ જનરેટના ત્રિવેણી લાભ
  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો નવો પ્રયોગ
  • પ્રદુષણ નિવારણ અને આવક મેળવવામાં આવશે
  • સ્વૈચ્છિક સંસ્થાને ઇ-વેસ્ટ અપાશે
  • વેસ્ટને નકામો ગણી ફેંકવાનો અટકાવાશે
  • વેસ્ટમાં મેટલ-ગોલ્ડ-સિલ્વર-કોપર સહિતનો ભાગ હોય છે
  • વેસ્ટ હેન્ડલીંગ કરનારાને આવક પ્રાપ્ત થશે

@અરુણ શાહ, અમદાવાદ 

અમદાવાદ સ્થિત ચેમ્બરમાં 7 થી 9 જાન્યુઆરી સુધી ઇ-વેસ્ટ અભિયાન

આપની ઓફિસ – કંપની – ફેક્ટરી – ઘર કે શાળામાં જો કોમ્પ્યુટર કે મોબાઇલ સહિતના તકનીકી સાધનો આઉટ ઓફ ઓર્ડર થયા છે. તો હવે તેને ભંગાર તરીકે નહીં નાખતાં કલેક્શન કરવાનો નવો અભિગમ અમદાવાદ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સે અપનાવ્યો છે ચેમ્બરે આ હેતુ તારીખ 7 થી 9 જાન્યુઆરી દરમિયાન ગુજરાત ચેમ્બર ઓફ કોમ્રર્સ ઓફિસમાં ઇ-વેસ્ટ અભિયાનનું ત્રિદિવસીય આયોજન કરાવમાં આવ્યું છે. મોબાઇલ-લેપટોપ-કોમ્પ્યુટર અને કેલક્યુલેટર્સ સહિતના ઇલેક્ટરોનિક્સ સાધનોને ભંગારમાં અપાવાના કારણે પ્રદૂષણ અને પર્યાવરણને ખૂબ મોટી હાનિ થતી હોવાનું તારણ છે.

Nigeria is a global destination for illegal waste trafficking -

આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ સાધનોમાં રહેલાં કિંમતી ભાગમાંથી મોટાપ્રમાણમાં આવક પણ મેળવી શકાય છે.  હાલ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ નહીં પણ દૂરૂપયોગ કરવામાં આવે છે.  સાધનોને રસ્તા પર રઝળતાં મૂકાય છે. પરિણામે જરૂરીયાતમંદ સુધી આ સાધન પહોંચતાં નથી.  ચેમ્બર આયોજીત ઇ-વેસ્ટ અભિયાનમાં ખાનગી સંસ્થા પણ ભાગ લઇ શકે છે. ચેમ્બર આયોજીત અભિયાનમાં  સામાજિક સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા છે.

Easy way to filter electronic waste

નવમી જાન્યુઆરી સુધી અભિયાન યોજવામાં આવશે. દરમિયાન ચેમ્બરના અભિયાનના પગલે આવેલો વેસ્ટ હેન્ડલીંગ કરનારી એજન્સીને અપાશે. એજન્સી દ્વારા ભંગારને અલગ-અલગ વર્ગીકૃત કરીને રીસાયકલ એજન્સીને અપાશે. રીસાયકલ એજન્સી હેન્ડલીંગ કરનારાને રેવન્યુ આપશે. તો રીસાયકલ એજન્સી રીસાયકલમાંથી પ્રોડક્ટ બનાવશે. જેના કારણે પણ મોટી આવક મેળવી શકાશે. એકંદર ઈ વેસ્ટનો નિકાલ , પ્રદૂષણ નિવારણ સાથે રેવન્યુ જનરેટ સહિતના ત્રિવેણી લાભ અભિયાનના માધ્યમથી થશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…