Not Set/ બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનનો ચેપ માનવીને લાગ્યો,પ્રથમ કેસ નોંધાયો,જાણો વિગત

ચીનમાં બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. જો કે, આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે લોકોમાં આ ચેપ ફેલાવવાનું જોખમ હજુ પણ ઓછું છે

Top Stories World
11 17 બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનનો ચેપ માનવીને લાગ્યો,પ્રથમ કેસ નોંધાયો,જાણો વિગત

ચીનમાં બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. જો કે, આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે લોકોમાં આ ચેપ ફેલાવવાનું જોખમ હજુ પણ ઓછું છે.ઉલ્લેખનીય છે કે H3N8 નો મામલો સૌથી પહેલા 2002માં નોર્થ અમેરિકામાં જોવા મળ્યો હતો. આ પછી, ઘોડા, શ્વાન અને સીલને ચેપ લાગ્યો હતો, પરંતુ આ ચેપની અસર માણસોમાં જોવા મળી ન હતી.

ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે સેન્ટ્રલ હેનાન પ્રાંતમાં રહેતા 4 વર્ષના બાળકને તાવ અને અન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આ મહિનાની શરૂઆતમાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જેમાં તે આ વાયરસથી પોઝિટિવ જોવા મળ્યો હતો. કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છોકરાના પરિવારે ઘરે ચિકન ઉછેર્યા હતા અને પરિવાર જંગલી બતકની વસ્તીવાળા વિસ્તારમાં રહેતો હતો.

કમિશને કહ્યું કે બાળકને સીધો પક્ષીઓથી ચેપ લાગ્યો હતો. બાળકને કેસ એકતરફી ક્રોસ-પ્રજાતિ ચેપ છે અને લોકોમાં મોટા પાયે ફેલાવાનું જોખમ ઓછું છે. જો કે, આ હોવા છતાં, કમિશને લોકોને મૃત અથવા બીમાર પક્ષીઓથી દૂર રહેવા અને તાવ અથવા શ્વસન સંબંધી લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સારવાર લેવા જણાવ્યું છે.

એવિયન ઈન્ફલ્યુએન્ઝા મુખ્યત્વે જંગલી પક્ષીઓ અને મરઘાંમાં જોવા મળે છે. મનુષ્યો વચ્ચે તેના ફેલાવાના કિસ્સાઓ અત્યંત દુર્લભ છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, 1997 અને 2013માં શોધાયેલ બર્ડ ફ્લૂના H5N1 અને H7N9 જાતો એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી માનવ બીમારીના મોટાભાગના કેસ માટે જવાબદાર છે. 2012 માં, H3N8 એ યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરપૂર્વ કિનારે 160 થી વધુ સીલ માર્યા. આમાંથી મોટાભાગના પ્રાણીઓમાં જીવલેણ ન્યુમોનિયા થયો.