ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર/ વડોદરાની આ 7 ગુજરાતી શાળાને વાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

7 ગુજરાતી શાળાને તાળા વાગી શકે છે. પૂરતા વિદ્યાર્થીઓ મળતા ન હોવાના કારણે શાળા સંચાલકોએ ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત કરી છે.

Gujarat Vadodara
ગુજરાતી શાળાને
  • ગુજરાતી શાળાઓને વિદ્યાર્થીઓ જ મળતા નથી
  • શાળા સંચાલકોની ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત
  • ડીઇઓએ આ મામલે હિયરિંગ કરી દેવાયું છે
  • ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાશે

વડોદરામાં 7 ગુજરાતી શાળાને તાળા વાગશે.ગુજરાતી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા હોવાથી શાળાઓને બંધ કરવામાં આવશે. ડીઇઓએ  આ મામલે હિયરિંગ કરી દેવાયું છે.જેથી ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાશે અને બંધ કરવામાં આવતી શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં પ્રવેશ અપાશે. ઉલ્લેખનીય છે કે, જીવન ભારતી સ્કૂલ કારેલીબાગ, શ્રી વસંત વિદ્યાલય રાવપુરા, ઓમ વિદ્યાલય ગોરવા, ન્યુ જીવન ચેતના છાણી, ગૌતમ પ્રાથમિક શાળા  દિવાળીપુરા, સૌરભ વિદ્યાલય ઓ.પી રોડ, આત્મન વિદ્યાલય ઓ.પી રોડ શાળાઓ બંધ થઇ શકે છે.

કઇ ગુજરાતી  શાળાઓ બંધ થઈ શકે

  1. જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ
  2. શ્રી વસંત વિદ્યાલય,  રાવપુરા
  3. ઓમ વિદ્યાલય, ગોરવા
  4.  ન્યુ જીવન ચેતના, છાણી
  5. ગૌતમ પ્રાથમિક શાળા,  દિવાળીપુરા
  6. સૌરભ વિદ્યાલય, ઓ.પી રોડ
  7.  આત્મન વિદ્યાલય, ઓ.પી રોડ

આ પણ વાંચો:દિયોદરની નર્મદા કેનાલમાં મહિલાએ બે પુત્રીઓ સાથે લગાવી મોતની છંલાગ

ગુજરાતનું ગૌરવ