Gujarat Assembly Election 2022/ રવિ કિશને રિલીઝ કર્યું ‘ગુજરાત મા મોદી છે’ રેપ સોંગ

રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ ગીત ગાયું છે. રવિ કિશને આ ગીત પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કર્યું છે.

Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
'ગુજરાત મા મોદી છે'

રવિ કિશને શુક્રવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારને લઈને તેમનું ગીત ‘ગુજરાત મા મોદી છે’ રિલીઝ કર્યું હતું. ગોરખપુરના બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશને તેમનું ગુજરાતી-ભોજપુરી મિક્સ રેપ ગીત ‘ગુજરાત મા મોદી છે’ સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું, સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે. તે મૃત્યુંજય દ્વારા રચિત છે. સંગીત નિર્દેશન મુન્ના મિશ્રાએ આપ્યું છે.

સમાચાર એજન્સી વર્તાના અહેવાલ મુજબ, રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ ગીત ગાયું છે. રવિ કિશને આ ગીત પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કર્યું છે. રવિ કિશનનું આ ગીત યુપી અને બિહારની સાથે ગુજરાતમાં રહેતા ગુજરાતી મતદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ગીત અંગે રવિ કિશને જણાવ્યું હતું કે ‘ગુજરાત મા મોદી છે’ ગીત વિકસિત ગુજરાતની અભિવ્યક્તિ છે.

આ પણ વાંચો:દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ, ભારતીય શક્તિના નવા યુગનો ‘પ્રારંભ’

આ પણ વાંચો:‘ભારત જોડો યાત્રા’ માટે MP આવતા પહેલા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની

આ પણ વાંચો:પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો છે મેદાનમાં