Not Set/ જામનગરની સ્કુલના સંચાલકે જ કર્યું ટાટનું પેપર લીક,થઇ FIR

જામનગર, રાજ્યમાં હમણાં જ પતેલી TAT(ટાટ)ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ફરિયાદો ઠેરઠેરથી ઉઠી છે.વડોદરામાં ટાટનું પેપર લીક થવા મામલે ફરિયાદ થાયા પછી હવે જામનગરમાં ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનાં આરોપ લાગ્યા છે.જામનગરમાં જાણીતી સત્યસાંઈ સ્કૂલનાં સંચાલક મનીષ બુચ સામે ટાટનું પેપર લીક કર્યું હોવાના આરોપ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડને કેટલાંક […]

Top Stories Gujarat
જામનગરની સ્કુલના સંચાલકે જ કર્યું ટાટનું પેપર લીક,થઇ FIR

જામનગર,

રાજ્યમાં હમણાં જ પતેલી TAT(ટાટ)ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ફરિયાદો ઠેરઠેરથી ઉઠી છે.વડોદરામાં ટાટનું પેપર લીક થવા મામલે ફરિયાદ થાયા પછી હવે જામનગરમાં ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનાં આરોપ લાગ્યા છે.જામનગરમાં જાણીતી સત્યસાંઈ સ્કૂલનાં સંચાલક મનીષ બુચ સામે ટાટનું પેપર લીક કર્યું હોવાના આરોપ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજ્ય શિક્ષણ બોર્ડને કેટલાંક પરીક્ષાર્થીઓએ પેપર લીક થયું હોવાની ફરિયાદ કરી હતી એ પછી જામનગરનાં જિલ્લા શિક્ષણ બૉર્ડની સૂચનાથી જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાળા સંચાલક સામે શિક્ષણ પરીક્ષા બૉર્ડ અને 30 વિદ્યાર્થીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે. પરીક્ષા પહેલા પેપર બોક્સ ખોલી બેદરકારી દાખવી હોવાના આરોપસર સ્કૂલનાં સંચાલક મનીષ બુચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ટાટ પેપર લીક કાંડ મામલે જામનગરના ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે.

જો કે વાલીઓને અને પરીક્ષાર્થીઓને પોલિસને તપાસ સોંપવાની સંતોષ નથી.સંજય મેર નામનો એક પરીક્ષાર્થી કહે છે કે ટાટનું પેપર લીક થયું છે એટલે પરીક્ષા રદ થવી જોઇએ.

જો કે પરીક્ષા રદ્દ કરવા વિશે વાત કરતા રાજ્ય શિક્ષણ બૉર્ડનાં સેક્રેટરી ધર્મેન્દ્ર સરડવાએ કહ્યું કે, “પરીક્ષા રદ્દ કરવાનો પ્રશ્ન જ નથી સત્યસાંઇ યુનિટ 5નાં બ્લોકનંબર 2માં પ્લાસ્ટિકની બેગમાં મોકલવામાં આવતા પેપરનું પેકેટ અર્ધ ખુલ્લુ હતુ અને તેની પર ટેપ લગાડેલી મળી આવી હતી. આ બેગ ખુલે ત્યારે ખંડનાં બે વિદ્યાર્થીઓની સહી લેવામાં આવે છે. આટલી પારદર્શિતા હોવા છતા બેગ અર્ધ ખુલ્લી મળી આવી હતી.. આ એક વર્ગખંડની જ ઘટના છે તેથી પરીક્ષા ફરી લેવામાં નહીં આવે.