IAS/ આ કારણથી માસાંતે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની વ્યાપક બદલીના સંકેત

રાજ્યભરમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પરંતુ રાજકોટ સહિત ચાર મહાનગરોમાં કોરોનાના રાત્રી કર્ફ્યુના કારણે ઘણા બધા નિર્ણયો

Top Stories Gujarat
ias ips

રાજ્યભરમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની વાતો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પરંતુ રાજકોટ સહિત ચાર મહાનગરોમાં કોરોનાના રાત્રી કર્ફ્યુના કારણે ઘણા બધા નિર્ણયો ઉચ્ચ કક્ષાએથી લેવાના બાકી હતા. પરંતુ હવે ચાલુ માસના અતં સુધીમાં વ્યાપક પ્રમાણમાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવા સંકેત ગાંધીનગર સચિવાલયમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે.આ અંગે વિશેષ માહિતી સચિવાલયના ટોચના અધિકારીઓ અને આધારભૂત સૂત્રો પાસેથી સાંપડી રહી કે મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત ચાલુ માસમાં પૂરી થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ઇતિહાસમાં જોવામાં આવ્યું છે તે પ્રમાણેબોર્ડની મુદત કોઈ સંજોગોમાં લંબાવી શકાય નહીં. કારણ કે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે છે.

Statue Of Unity / કુછ દિન તો ગુઝારીએ ગુજરાત મેં…. કેવડીયામાં આ રીતે રજવા…

રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ પ્રાપ્ત થયા બાદ મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લા પંચાયતોનાં વહીવટદાર તરીકે ઊંઘી ધોરણે કહી શકાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ હવે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણી પહેલા લાંબા ગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. જે અન્વયે રાજ્યભરની 33 જિલ્લા પંચાયતો, 6 મહાનગરપાલિકાઓ, 51 નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં ફેબ્રુઆરી માસમાં ચૂંટણીઓ યોજાવાની હોવાથી આ ચૂંટણી ગુજરાતના મોટાભાગના મતદારોને આવરી લેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી શકે છે.

POLITICAL / ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ – હજુ કે…

આ અંગે વધુમાં પ્રાપ્ત થયેલ જાણકારી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ સૌથી મોટી ચૂંટણી હોવાના કારણે ભાજપ કોઇ પ્રકારનો ચાન્સ લેવા માગતી નથી અને તેથી બદલીઓમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે તે નિશ્ચિત છે. ચૂંટણી પંચના નિયમ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલવાના હોય છે. તે મુજબ બદલીના આ લીથામા અનેક અધિકારીઓ આવી જાય છે.અનેક જિલ્લામાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીઓ થવાની વાતો બહાર આવી રહી છે. મનગમતા અને પસંદગીના સ્થળે પોસ્ટિંગ મેળવવા માટેના પ્રયાસો પણ જોર જોરથી શ થઇ ગયા છે અને તેના કારણે અનેક અધિકારીઓ ગાંધીનગરમાં સચિવાલયની લોબીમાં આંટાફેરા કરતા નજરે પડે છે.

Covid Vaccine / USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…