Chhotaudepur/ સંખેડાનાં કંડેવાર ગામનાં તળાવની પાળ તૂટી જતા ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યુ પાણી

  સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર સંખેડાના  કંડેવારનું ગામનું તળાવ ફાટ્યુ બકનળી દ્રારા ખેતરોમાં સિંચાઇ કરવા માટે કેનાલમાથી  તળાવમા પાણી  ભરવામાં આવતુ હતુ પરંતુ બકનળી આખી રાત ચાલુ  રહી જતા વહેલી સવારે તળાવ ઓવરફલો થયો હતો અને  તળાવની  પાળી ધોવાઇ જતા પાળી તૂટી ગઈ હતી જેને લઈ તળાવના પાણી ગામમાં ઘુસી ગયુ હતુ પાણી ઘુસી જતા લોકોમાં […]

Gujarat Others
corona 209 સંખેડાનાં કંડેવાર ગામનાં તળાવની પાળ તૂટી જતા ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યુ પાણી

 

સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

સંખેડાના  કંડેવારનું ગામનું તળાવ ફાટ્યુ બકનળી દ્રારા ખેતરોમાં સિંચાઇ કરવા માટે કેનાલમાથી  તળાવમા પાણી  ભરવામાં આવતુ હતુ પરંતુ બકનળી આખી રાત ચાલુ  રહી જતા વહેલી સવારે તળાવ ઓવરફલો થયો હતો અને  તળાવની  પાળી ધોવાઇ જતા પાળી તૂટી ગઈ હતી જેને લઈ તળાવના પાણી ગામમાં ઘુસી ગયુ હતુ પાણી ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

corona 210 સંખેડાનાં કંડેવાર ગામનાં તળાવની પાળ તૂટી જતા ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યુ પાણી

છોટાઉદેપુર જિલ્લાના  સંખેડાના  કંડેવારના  ગામના તળાવ ની પાળ તૂટી જતા ખેતર માં પાણી ફરી વળ્યુ એક બાજુ કમોસમી વરસાદ પડવાથી ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયુ છે તો બીજી તરફ ખેતર માં કરેલા પોતાના પાક ને સલામત રાખવા બકનળી દ્વારા તળાવમા પાણી જમા કરવા કેનાલમાંથી બકનળી દ્વારા તળાવ માં પાણી લેતા તળાવ ઓવરફ્લો થયો અને પાળી તૂટી જતા  ફાટ્યો.

corona 211 સંખેડાનાં કંડેવાર ગામનાં તળાવની પાળ તૂટી જતા ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યુ પાણી

જેને લઈ નજીક ના આખા ખેતરોમાં પાણી ઘુસી ગયું અને તળાવમાંથી પાણી ઓવર ફ્લો થતા જ નીચાણ વાળા ખેતરો અને મકાનો માં પાણી ઘુસી ગયું હતું જ્યારે કંડેવારનું તળાવ ફાટ્યું છે તેવી જાણ થતા તંત્ર દોડતું થયું હતું અને સ્થળ મુલાકાત લીધી હતી ખેડૂતોને નુકશાની થઇ છે તેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો