Ahmedabad/ રસ્તા પર દોડતા યમરાજા : કુદરતે બચાવી લીધા નહીં તો મોતને હતું પળનું જ છેટુ

બી.આર.ટી.એસ બસનો ગમખ્વાર અકસ્માત – અમદાવાદ બી.આર.ટી.એસ તંત્ર ચેતી જજો,આવા પ્રકારની ઘટના અટકાવવા ત્વરિત પગલા લેવા પડશે નહીંતર કોઇકનાં લાડકવાયાનો જીવ પણ જઇ શકે છે.  

Ahmedabad Gujarat
brts રસ્તા પર દોડતા યમરાજા : કુદરતે બચાવી લીધા નહીં તો મોતને હતું પળનું જ છેટુ

બી.આર.ટી.એસ બસનો ગમખ્વાર અકસ્માત – અમદાવાદ બી.આર.ટી.એસ તંત્ર ચેતી જજો,આવા પ્રકારની ઘટના અટકાવવા ત્વરિત પગલા લેવા પડશે નહીંતર કોઇકનાં લાડકવાયાનો જીવ પણ જઇ શકે છે.

@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

મેટ્રો સીટી અમદાવાદને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.કુદકેને ભુસકે વધતા વિકાસની સાથે જાણે અમદાવાદમાં હવે તો રસ્તા પર મોત સામે આવીને મળે તો તે શકયતાને નકારી શકાય તેમ નથી કારણકે હાલમાં જ અમદાવાદમાં હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે.વાત છે અમદાવાદનાં ઇસરો રોડની કે જયાં રસ્તા પર દોડતા યમરાજાની જેમ ચાલતી બી.આર.ટી.એસ બસનો અકસ્માત થયો.બોપલથી મણિનગર જઇ રહેલી બી.આર.ટી.એસ બસનો અકસ્માત થયો હતો જેમાં બસ ડિવાઇડર સાથે અથડાઇને થાંભલા સામે ટકરાઇ હતી. અક્સ્માત તો થયો સાથે જ એકબાજુ બસનાં કૂરચે કૂરચા બોલી ગયા. બસમાં સવાર બે મુસાફરો ઇજાગ્રસ્ત થયા.જો કે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.

રસ્તા પર ફરતા યમરાજા…!
આવી ઘટના શા માટે બને છે તેની મંતવ્ય ન્યૂઝ દ્વારા સઘન તપાસ કરાઇ.તપાસ કરાતા જાણવા મળ્યું કે સમગ્ર ઘટના બની તે પાછળ વાંક બી.આર.ટી.એસનાં ડ્રાઇવરનો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે.અમદાવાદનાં પોશ વિસ્તાર ગણાતા જોધપુર ટેકરા પાસે ઇસરો રોડ પર બી.આર.ટી.એસ બસનો અકસ્માત થયો.બસમાં તે વખતે પાંચ યાત્રીઓ સવાર હતા તેમાંથી બે મુસાફરો ઇજાગ્રસ્ત થયા.બસની આગળની બાજુમાં જમણી સાઇડનો ટાયર ફાટતા સમગ્ર ઘટના બની હતી.

brts1 રસ્તા પર દોડતા યમરાજા : કુદરતે બચાવી લીધા નહીં તો મોતને હતું પળનું જ છેટુ

અગાઉ 9મી ડિસેમ્બરે બની હતી ઘટના
આ અગાઉ 9મી ડિસેમ્બર 2020એ અખબારનગર બ્રિજ પાસે બી.આર.ટી.એસ બસનો ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.જેમાં બસમાં બેઠેલા યાત્રીઓનો બચાવ થયો હતો પણ બસનાં કૂરચે કૂરચા બોલી ગયા હતા.આવી ઘટનાથી જાણે સ્થાનિક તંત્ર દ્વારા જાણે કોઇ બોધ પાઠ ના લેવાયો હોય તેમ આજે ફરી આવી ઘટના બનતા સમગ્ર ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.મહત્વપૂર્ણ છે કે છેલ્લાં દોઢ મહિનામાં આ પ્રકારની બીજી ઘટના અમદાવાદમાં બની છે જે અનેક સવાલો પેદા કરે છે.

brst3 રસ્તા પર દોડતા યમરાજા : કુદરતે બચાવી લીધા નહીં તો મોતને હતું પળનું જ છેટુ

શું તંત્ર હજી કોઇનાં મોતની રાહ જોઇ રહ્યું છે?
મંતવ્ય ન્યૂઝ દ્વારા અનેક સવાલ તંત્ર સામે ઉઠાવાયા છે કે આવા પ્રકારની ઘટના અટકાવવા શું પગલા લઇ શકાય? . કેમ નિંભર તંત્ર અગાઉની ઘટનામાંથી કોઇ જ પ્રકારનો બોધપાઠ નથી લેતું? સ્પીડમાં ગમેતેમ બસ ચલાવવાનો ડ્રાઇવરને કોણે પરવાનો આપ્યો હતો? જો કોઇ વ્યકિતનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? કયારે આવા પ્રકારની ઘટનાને અટકાવી શકાશે? 21મી સદીમાં મોર્ડન બનવા તરફ જતાં અમદાવાદમાં આવા પ્રકારની ઘટના કયારે અટકાવી શકાશે? તે તો આવનારો સમય જ જણાવશે.

જુઓ સમગ્ર વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ  – Ahmedabad: ઇસરો ખાતે BRTS બસનો અકસ્માત | ISRO | BRTS | Accident |

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…