પંચમહાલ/ દેશભક્તિ વ્યક્ત કરવા સિલવાસાથી કેદારનાથ સુધી પગપાળા યાત્રા કરનાર યુવાનનું શહેરામાં સ્વાગત

શહેરા નગરજનો તેમજ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Gujarat Others Trending
સિલવાસા

સિલવાસા શહેરથી કેદારનાથ ધામ સુધીની પદયાત્રાએ નીકળેલા એક યુવાનનું શહેરા ખાતે આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. દેશભક્તિની ભાવના સાથે દાદરા નગર હવેલીથી ૩ ઓગસ્ટના રોજ નીકળેલ એક યુવાન હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને સિલવાસાથી કેદારનાથ સુધી પદયાત્રાએ નીકળ્યો હતો.  જે ૩૫૦ કિ.મી. ચાલતા ચાલતા આજરોજ શહેરા ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારે શહેરા નગરજનો તેમજ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમની યાત્રા મંગલમય નીવડે તેવી ભોલેનાથની પ્રાર્થના કરી હતી.

સિલવાસા

આ પદયાત્રાએ નિકળેલો યુવાન કેદારનાથ ધામ બદ્રીનાથ મહાદેવના દર્શન કરવાનું જણાવી રહ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં ઉદ્દેશ્યને સાકાર કરવા હર ઘર તિરંગો લહેરાવી દેશની આન બાન શાન સાથે સહભાગી થવા અપીલ કરી હતી. તેમજ આ પદયાત્રાના માધ્યમથી દરેક ઘરે ઘરે ઓફિસે ઓફિસે વાહનો ઉપર તિરંગો લહેરાવી તિરંગાની શાન વધે અને દેશવાસીઓ તિરંગાનું માન-સન્માન જાળવી રાખે તેવી અપીલ કરી હતી.

9 12 દેશભક્તિ વ્યક્ત કરવા સિલવાસાથી કેદારનાથ સુધી પગપાળા યાત્રા કરનાર યુવાનનું શહેરામાં સ્વાગતઆ પણ વાંચો : અંકલેશ્વરમાં ચાર ઈસમોએ સુટકેસમાં ભર્યો ગાંજો પરંતુ પોલીસથી બચી શક્યા નહિ