Not Set/ શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી સર્જાયો મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળાની ભીતિ

  અમદાવાદ. 22 જુલાઈ 2018. અમદાવાદમાં વરસેલા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને કારણે શહેરમાં મચ્છરનો ઉપદ્વવ થયો હતો. મચ્છરના ઉપદ્વવને કારણે શહેરીજનોમાં રોગચાળાનો ભય ફેલાયો હતો. પીવાના પાણીમાં જીવાતનું પ્રમાણ વધતા રોગે શહેરીજનો ભરડો લીધો હતો. મહત્વનુ છે કે વરસેલા વરસાદને પગલે રોડ રસ્તા પાણીથી તરબોળ થયા હતા. વરસાદી પાણીને કારણે રસ્તાઓનુ […]

Top Stories Ahmedabad Gujarat
This Image Is Symbolic....... શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી સર્જાયો મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળાની ભીતિ

 

અમદાવાદ.
22 જુલાઈ 2018.

અમદાવાદમાં વરસેલા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને કારણે શહેરમાં મચ્છરનો ઉપદ્વવ થયો હતો. મચ્છરના ઉપદ્વવને કારણે શહેરીજનોમાં રોગચાળાનો ભય ફેલાયો હતો. પીવાના પાણીમાં જીવાતનું પ્રમાણ વધતા રોગે શહેરીજનો ભરડો લીધો હતો.

મહત્વનુ છે કે વરસેલા વરસાદને પગલે રોડ રસ્તા પાણીથી તરબોળ થયા હતા. વરસાદી પાણીને કારણે રસ્તાઓનુ ઘોવાણ થતા ઠેરઠેર ખાડા પડી ગયા હતા. ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. રસ્તા પર કાદવ કિચળનું સામ્રાજ્ય ફેલાતા દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો.

ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીનાં ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાની અને ગંદકીના કારણે મચ્છના ઉપદ્રવ થાય છે. ખાબોચિયામાં પાણી ભરાઈ રહેવાથી અને ગંદકી થવાથી પાણીજન્ય જંતુઓનો ઉપદ્રવ ખુબ વધે છે. જેને કારણે લોકો ડેંગ્યુ, મેલેરિયા, ટોઈફોઈડ જેવા રોગોના ભોગ બને છે. તેને ધ્યાનમાં લઈને લોકો આવા રોગોના ભોગ ન બને તે માટે સરકાર દ્વારા જોહેર સુચના પણ આપવામાં આવે છે.

ચોમાસાની શરુઆત થતા ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવાની અને ગંદકીઓ થવાની ધટનાઓ ખુબ પ્રકાશમાં આવે છે. ખાબોચિયામાં પાણી ભરાઈ રેવાથી અને ગંદકી થવાથી પાણીજન્ય જંતુઓનો ઉપદ્રવ ખુબ વધે છે.