Not Set/ મુંબઈ પ્લેન દુર્ઘટના: છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું પ્લેન, યોગ્યતા સર્ટીફીકેટ પણ નહતું

મુંબઈ, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા ચાર્ટર્ડ પ્લેન પાસે ઉડવા માટે જરૂરી યોગ્યતા સર્ટીફીકેટ નહતા. દુર્ઘટના પહેલા પ્લેન છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. ગુરુવારે સાંજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન છેલ્લે 22 ફેબ્રુઆરી 2008ના રોજ ઉડાન ભરી […]

Top Stories India
Mumbai plane crash Ghatkopar 6 મુંબઈ પ્લેન દુર્ઘટના: છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું પ્લેન, યોગ્યતા સર્ટીફીકેટ પણ નહતું

મુંબઈ,

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા ચાર્ટર્ડ પ્લેન પાસે ઉડવા માટે જરૂરી યોગ્યતા સર્ટીફીકેટ નહતા. દુર્ઘટના પહેલા પ્લેન છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.

mumbai plane મુંબઈ પ્લેન દુર્ઘટના: છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું પ્લેન, યોગ્યતા સર્ટીફીકેટ પણ નહતું

ગુરુવારે સાંજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન છેલ્લે 22 ફેબ્રુઆરી 2008ના રોજ ઉડાન ભરી હતી. ત્યારે આ પ્લેન ઉત્તર પ્રદેશ સરકાર પાસે હતું. 2014માં આ પ્લેન યુવાઈ એવિએશને ખરીદી લીધું હતું. દોઢ વર્ષના સમારકામ બાદ વિમાનની ટેસ્ટ ઉડાન હતી. ત્યારબાદ ડીજીસીએ પાસે ઉડાન યોગ્યતા માટેનું સર્ટીફીકેટ માટેની અરજી આપવાની હતી. સરકારે કહ્યું કે નિયમાનુસાર કોઈ પણ ટેસ્ટ ઉડાન પહેલા વિમાન ઉડવા માટે યોગ્ય છે કે નહિ, એ માટે સર્ટીફીકેટ લેવાનું હોય છે.

mumbai plane crash afp મુંબઈ પ્લેન દુર્ઘટના: છેલ્લે 10 વર્ષ પહેલા ઉડ્યું હતું પ્લેન, યોગ્યતા સર્ટીફીકેટ પણ નહતું

પાયલોટ મારિયા ઝુબેરીના પતિ એડવોકેટ પ્રભાત કથુરીયાએ આરોપ લગાવ્યો કે હવામાન ખરાબ હોવા છતાં પણ કંપનીએ જબરજસ્તી પ્લેન ઉડાવ્યું હતું. મારિયાએ એમને ફોન કરીને જણાવ્યું કે મોસમ ખરાબ હોવાથી ટેસ્ટ ફ્લાઈટ સંભવ નથી. કારણ કે આવા હવામાનમાં ટેસ્ટીંગ ખતરનાક સાબિત થઇ શકે છે. મારિયાએ પ્રભાત સાથે થોડો સમય વાત કરીને ફોન કાપી નાખ્યો હતો. પ્રભાતે કંપની પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. જયારે ડીજીસીએના અધિકારીયોને વિમાનનું વોઈસ ડેટા રેકોર્ડર મળી ગયું છે. જેનાથી એમને દુર્ઘટના સાથે જોડાયેલી ઘટનાઓની કડીઓ જોડવામાં મદદ મળશે.