Not Set/ ભાવનગર : રામાપીર મંદિરને તોડી પાડવા પહોચ્યુ તંત્ર, ભક્તો અને સ્થાનિકોએ કર્યો હોબાળો

ભાવનગર શહેરનાં ઘોઘારોડ પર આવેલું રામાપીર મંદિર કે જે ત્યાંથી ટી.પી.સ્કીમ અંતર્ગત સિક્સ લેઈન રોડ બનાવવામાં બાધારૂપ હોય અને જેને તોડી પાડવા અંગે તંત્ર દ્વારા નોટીસ પાઠવી દેવાયા બાદ આજે રવિવારે મસમોટા પોલીસ કાફલા સાથે ત્યાં પહોચ્યું હતું. જેને લઇ ભક્તો અને સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ભારે હોબાળો મચાવી મંદિરમાં આરતી શરુ કરી […]

Gujarat Others
bhavnagar1 ભાવનગર : રામાપીર મંદિરને તોડી પાડવા પહોચ્યુ તંત્ર, ભક્તો અને સ્થાનિકોએ કર્યો હોબાળો

ભાવનગર શહેરનાં ઘોઘારોડ પર આવેલું રામાપીર મંદિર કે જે ત્યાંથી ટી.પી.સ્કીમ અંતર્ગત સિક્સ લેઈન રોડ બનાવવામાં બાધારૂપ હોય અને જેને તોડી પાડવા અંગે તંત્ર દ્વારા નોટીસ પાઠવી દેવાયા બાદ આજે રવિવારે મસમોટા પોલીસ કાફલા સાથે ત્યાં પહોચ્યું હતું. જેને લઇ ભક્તો અને સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ભારે હોબાળો મચાવી મંદિરમાં આરતી શરુ કરી હતી. જો કે અધિકારીઓ સાથેની વાતચીત બાદ તંત્ર દ્વારા ૧૦ દિવસનો સમય આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

bhavnagar2 ભાવનગર : રામાપીર મંદિરને તોડી પાડવા પહોચ્યુ તંત્ર, ભક્તો અને સ્થાનિકોએ કર્યો હોબાળો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરનાં વિવિધ વિસ્તારોમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે રવિવારનાં દિવસે પણ મનપા દ્વારા આ કામગીરી શરુ રાખી મસમોટા પોલીસ કાફલા સાથે તંત્ર ઘોઘારોડ પર આવેલા સિક્સ લેઈન રોડનાં કામમાં બાધારૂપ એવા રામાપીર મંદિરને તોડી પાડવા પહોચ્યું હતું. તંત્ર જેસીબી સહિતનાં સાધનો સાથે ત્યાં પહોચતા જ ભારે હોબાળો થયો હતો અને ભક્તો તેમજ સ્થાનિકો ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોબાળાનાં કારણે પોલીસને લાઠીચાર્જ કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઇ હતી પરંતુ આખરે અધિકારીઓ-સ્થાનિકો અને મંદિરનાં પુજારી સહિતનાં લોકો દ્વારા વાતચીતમાં થોડી ગરમા ગરમી બાદ મામલો ઠારે પડ્યો હતો. મંદિર તોડી પાડવાના મામલે રોષે ભરાયેલા ભક્તો દ્વારા મંદિરમાં આરતી શરુ કરી દેવામાં આવી હતી. જયારે આખરે વાતચીતનાં અંતે તંત્ર દ્વારા આ મંદિરને અહીંથી હટાવી અન્યત્ર લઇ જવા બાબતે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ મંદિરને અન્યત્ર લઇ જવા માટે તંત્ર દ્વારા અન્ય સ્થળે જમીન પણ ફાળવામાં આવી શકે છે. જયારે હાલ તો ૧૦ દિવસ બાદ આ મંદિર કોઈપણ સંજોગોમાં તોડી પાડવાની શરતે તંત્ર પરત ફર્યું છે જયારે ૧૦ દિવસ બાદ શું સ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે.