@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં આવેલી અનુપમ સોસાયટીની બંધ ઓરડીમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. હત્યાના આ કેસમાં મૃતક મહિલાના પતિએ મહિલાની હત્યા કરી હોવાની સનસનીખેજ હકીકતો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પંચમહાલ એલસીબી પોલીસે આરોપી પતિની અટકાયત બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે, ગત ૩૧મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે હાલોલ શહેરની અનુપમ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી બંધ ઓરડી માંથી ભારે વિકૃત અવસ્થામાં અતિશય દુર્ગંધ મારતો ચંચીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની લાશની પરિસ્થીતીને જોતા મહિલાની હત્યા કરી દેવામા આવી હોવાના અનુમાનને આધારે હત્યાનો ગુનો નોંધી પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.
મહિલાની હત્યા તેના પતિ કાળુભાઈ રાઠવાનો હાથ હોવાની માહીતી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને થઈ હતી. આથી પતિની પુછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તેમા વધુ પુછપરછ કરતા જણાવ્યુ હતું કે તેની પત્ની વડાતળાવ ગામના એક પરપુરૂષ સાથે આડાસબંધ રાખતી હોવાને કારણે પાવડાના મૂદ્દરના ફટકા મારીને હત્યા કરી નાખી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાત દિવસના સમયગાળામાં જ મૃતક મહિલાની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…