Not Set/ સેલવાસમાં મોજશોખ કરવા માટે બાઇક ચોરી કરતો સગીર ચોર પકડાયો

સેલવાસમાં બાઇક ચાર પકડાયો

Gujarat
chor સેલવાસમાં મોજશોખ કરવા માટે બાઇક ચોરી કરતો સગીર ચોર પકડાયો

દાદરા નગર હવેલીના  સેલવાસમાં  પોલીસે એક સગીરવયના બાઈક ચોરને ઝડપી પાડી 7 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ચોર પોતાના મોજશોખ માટે બાઈક ચોરી કરતો હતો. જયાં પેટ્રોલ ખતમ થઈ જાય એ જગ્યાએ બાઈક છોડી દેતો હતો અને બીજી બાઇકની ચોરી કરી ભાગી જતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિતેન્દ્રકુમાર રામબ્રિજ સિંગે ફરિયાદ નોંધાવી હતી કે તેમની ડીએન09-J-6310 નંબરની 50 હજારની કિંમતની મોટર સાયકલ સુરભિ બાર, વિનોબાભાવે હોસ્પિટલ નજીપોલીસે મુખ્ય સ્થળો પરના સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતાં. તેમજ બાતમીદારો પાસેથી બાતમી એકઠી કરી એક સગીરવયના યુવકની ધરપકડ કરી હતી. યુવકની પૂછપરછ કરતાં તેમણે ફરિયાદીની બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ અન્ય 6 બાઇકની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે કુલ 7 બાઇક કબજેે કરી હતી.ક પાર્ક કરી હતી ત્યારે કોઈ બાઇક ચોર તે ચોરી ગયો છે. આ ફરિયાદ આધારે સેલવાસ પોલીસે ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોવાથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો. મળતી વિગતો મુજબ આ સગીર ચોર પોતાના મોજશોખ માટે વિવિધ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતો હતો અને જ્યાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં બાઇક છોડીને બીજી બાઇક ચોરી કરીને નાસી જતો હતો. સેલવાસ પોલીસની ટીમે આ ચોરીની ઘટનાનો પર્દાફાશ કરતાં જિલ્લા પોલીસવડાએ તેમને પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.