બુધવારે વહેલી સવારે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ આ માહિતી આપી.
ગાંધીનગર સ્થિત ISR દ્વારા તેની વેબસાઇટ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આંચકા સવારે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વ (NNE)માં 24.6 કિમીની ઊંડાઈએ હતું. માં સ્થિત હતું અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.
વારંવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.
ભૂકંપ અનુભવતા આટલી વસ્તુ કરો
ભૂકંપથી ગભરાવવું ન જોઈએ જે સમયે આંચકો અનુભવાયો, ત્યારે ખુલ્લી જગ્યાએ પહોંચી જવું, બિસ્માર હાલતમાં મકાનો વીજ પોલથી દૂર રહેવું જોઇએ. જોખમી ઇમારતોથી દૂર રહેવું જોઈએ. વિધાર્થીઓએ પણ જો શાળાની ઇમારત જોખમી હોય તો સલામત સ્થળમાં અભ્યાસ કરાવવો જોઈએ. સમાચાર મળતા રેડિયો ટીવી પર આવતા સૂચનો સાંભળી લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા ખોટા ભ્રમ વહેમમાં ના આવવું જોઈએ. પોતાના આસપાસના લોકો ભૂકંપના આંચકાઓ અનુભવાય, ત્યારે સલામત સ્થળ પર પહોંચવા દોરવા જોઈએ ના કે ભય ઉભો થાય તેવી વાતાવરણ ઉભું ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો:હોળીના તહેવારમાં સુરત ST ને ‘દિવાળી ‘ જેવી કમાણી
આ પણ વાંચો:અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું ‘માવઠું’
આ પણ વાંચો:હીરણ નદીના દૂષિત પાણીથી વન્યજીવ ખતરામાં, GPCB બોર્ડે ફટકારી નોટિસ
આ પણ વાંચો:ગુજરાતના આ રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો
