અમદાવાદ સ્વામી નિત્યાનંદ આશ્રમમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. એક બાજુ પોલીસ દ્વારા અમદાવાદ આશ્રમની સંચાલીકાની ધરપકડ કરવામાં આવી છે, અને આશ્રમ માંથી કેટલાક વિવાદિત વસ્તુઓ પણ મળી આવી છે.
તો બીજી બાજુ કોર્ટે જનાર્દન ની બંને લાપતા દીકરીઓએ ૨૬ નવેમ્બરના રોજ કોર્ટ માં હાજર થવા માટે હુકમ કર્યો છે. ત્યારથી બને દીકરીઓ દ્વારા સોસોયલ મીડિયામાં વારાફરતી લાઈવ વિડીઓ અપલોડ કરવામાં આવ્યા છે અને વિવિધ શરતો અને આક્ષેપ બાજી પણ કરવામાં આવી છે.
આશ્રમમાંથી પોલીસ ને હાથ લાગેલા કેટલાક ફોન,ફાઈલો, પેન ડ્રાઈવ, લેપટોપ, ડીજીટલ લોકર વિગેરેની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહીછે. પરંતુ આશ્રમ સંચાલિકા દ્વારા ડીજીટલ લોકર નો પાસવર્ડ આપવામાં નથી આવી રહ્યો.
હાથીજણના નિત્યાનંદ આશ્રમની સંચાલિકાઓની ધરપકડ બાદ કબજે કરાયેલા ડિજિટલ લોકરનો પાસવર્ડ સંચાલિકાએ પોલીસને ન આપતા લોકરને એફએસએલને મોકલી આપ્યું હતું. જોકે ડિજિટલ લોકરને ખોલવામાં એફએસએલને સફળતા ન મળતા હવે પોલીસે આ લોકરને ગેસ કટરથી કાપી તેમાંથી વસ્તુઓ કબજે કરશે.
નિત્યાનંદના આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલે એસઆઇટીએ તપાસમાં આશ્રમના બે બાળકે તેમને આશ્રમમાં ગોંધી રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેના આધારે પોલીસે આશ્રમની મુખ્ય સંચાલિકા પ્રાણપ્રિયા અને સહસંચાલિકા પ્રિયાતત્વાની ધરપકડ કરી હતી. પોલીસના સર્ચ દરમિયાન પ્રાણપ્રિયાના રૂમમાંથી ડિજિટલ લોકર કબજે કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
