Not Set/ અરવલ્લી/ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી આગળ હલ્લા બોલ

અરવલ્લી જીલ્લાનાં છ તાલુકાઓને ૩૩ ટકાથી વધુ અસરગ્રસ્ત ગણી છ તાલુકાઓને સરખી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી આગળ હલ્લા બોલ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. અરવલ્લી જિલ્લાના માત્ર બે મોડાસા અને બાયડ તાલુકાનો સમાવેશ કરેલ છે. જ્યારે બાકીના ચાર તાલુકાઓ નો ૩૩ ટકાથી ઓછી નુકશાનીમાં સમાવેશ કરાયો […]

Gujarat Others
arvlli અરવલ્લી/ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી આગળ હલ્લા બોલ

અરવલ્લી જીલ્લાનાં છ તાલુકાઓને ૩૩ ટકાથી વધુ અસરગ્રસ્ત ગણી છ તાલુકાઓને સરખી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી આગળ હલ્લા બોલ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. અરવલ્લી જિલ્લાના માત્ર બે મોડાસા અને બાયડ તાલુકાનો સમાવેશ કરેલ છે.

જ્યારે બાકીના ચાર તાલુકાઓ નો ૩૩ ટકાથી ઓછી નુકશાનીમાં સમાવેશ કરાયો છે.  જે અરવલ્લી જીલ્લાના ચાર તાલુકાઓના ખેડૂતો માટે અન્યાય કરતી બાબત છે. અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરો અને હોદ્દેદારો બળદ ગાડા સાથે કલેકટર કચેરી પહોચ્યા હતા અને અને આંખે કાળી પટ્ટી બંધી આંધળી અને બહેરી સરકારના કાન ખોલવા હલ્લાબોલ કર્યો હતો.  અને ત્યાર બાદ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી  સમગ્ર જીલ્લાના છ તાલુકાના ખેડૂતોને સરખી સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.