ક્રાઈમ/ અંકલેશ્વરમાં ચાર ઈસમોએ સુટકેસમાં ભર્યો ગાંજો પરંતુ પોલીસથી બચી શક્યા નહિ

પોલીસની સતર્કતાના કારણે નશાનો વેપાર કરતા ગુનેગારો તો પકડાઈ ગયા છે પરંતુ કોઈ ગુનો કરે નહિ એવો પોલીસનો ફફડાટ હજી શહેરમાં ખૂટે છે.

Top Stories Gujarat Others
ગાંજો

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તાર માંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસનાં કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડીથી સુરત તરફ જતા સર્વિસ રોડ ઉપરથી ચાર ઇસમોને ટ્રાવેલ બેગમાં લઇ જવાતા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તમામ ઇસમોને રોકી તેઓની તલાસી લેતા સમગ્ર નશાનું પ્રકરણ સામે આવ્યું હતું. ભરૂચ એસ.ઓ.જી …..

ગાંજો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સમગ્ર મામલે (૧)પ્રસાદ પ્રમોદ પાંડા રહે,ચેંગસાઈન તા,બાનપુર (ઓરિસ્સા), (૨)દિનેશ રમેશ શાહુ રહે,દાસોઘોરાસાહિ તા,બાનપુર (ઓરિસ્સા), (૩)મનોજ ચાંદ ભગવાન ચાંદ રહે,સનગનતું (ઓરિસ્સા) તેમજ (૪)રાકેશ પ્રધાન ગદાઘરપ્રધાન રહે,અંકુલાપદાર તા,બાનપુર (ઓરિસ્સા) નાઓને ટ્રાવેલિંગ બેગોમાં ૩૮ ખાખી કલરની સેલોટેપ વીંટાળેલ પેકેટો માં ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજા નો કુલ ૭૬ કિલો ૩૦૦ ગ્રામ જેની કિંમત રૂ,૭ લાખ,૬૩ હજાર  તથા મોબાઈલ ફોન સહિત કુલ ૭,૬૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ઇસમોને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગાંજો

મહત્વની બાબત છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારે મોટા પ્રમાણમાં ગાંજા ના જથ્થા ભરૂચ જિલ્લામાંથી ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે ફરી એક વાર નશાનો કારોબાર કરતા તત્વો ભરૂચ તરફ સક્રિય થવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસની સતર્કતાના કારણે નશાનો વેપાર કરતા ગુનેગારો તો પકડાઈ ગયા છે પરંતુ કોઈ ગુનો કરે નહિ એવો પોલીસનો ફફડાટ હજી શહેરમાં ખૂટે છે. અંકલેશ્વની શાંતિ અને સુરક્ષા માટે પોલીસની એવી ધાક શહેરમાં જરૂરી છે કે કોઈ નાનો ગુનો કરતા પણ સો વખત વિચારે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાની પત્નીએ તેની દીકરીના જન્મદિવસે એવું કામ કર્યું PM મોદીને રીવાબાને લખવો પડ્યો પત્ર