કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓના હિત માટે સરકારે નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી. જ્યારે વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન અને ઓચિંતાની આવેલી મહામારીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી વાલીઓએ 50 ટકા ફી માફી માટે રાજ્ય સરકારને ગુહાર લગાવી હતી. પરંતુ આજે એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં ન આવતા વાલીઓ અકળાયા છે. એવામાં સરકાર દ્વારા ફી માટે વેળાસર નિર્ણય લેવામાં આવે તે માટે વાલી મંડળે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હવે સરકાર કેટલા સમયમાં નિર્ણય કરે તે જોવું રહ્યું.
મોટો નિર્ણય / હરિયાણા સરકારનો મોટો નિર્ણય, ગોરખધંધા શબ્દ પર આ કારણે લગાવ્યો પ્રતિબંધ
આ અંગે વાલી મંડળના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ કોરોનાના કારણે વાલીઓના વ્યાપાર ધંધા પડી ભાંગ્યા છે. એવા માફી માફી કે ફી ઘટાડા અંગે સરકાર તરફથી હજુ પણ નિર્ણય લેવામાં આવતા વાલીઓ ચિંતામાં વધારો થયો છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે.
આદેશ / બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોંપી
હાઇકોર્ટમાં અરજદારની રજુઆત છે કે, કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે.
બ્રેકિંગ ન્યૂઝ / ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદને લઇને લીધો મહત્વનો નિર્ણય