Special Day/ શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે World Photography Day ?

વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટનાં રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આજનાં દિવસને ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવેે છે.

Trending
ઉજવવામાં

વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટનાં રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને તેમની ફોટોગ્રાફી કુશળતા દ્વારા તેમની લાગણીઓ અને સામાજિક વિચારસરણી વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ ખાસ કરીને યુવાનો ભારે ઉત્સાહ સાથે ઉજવે છે.

1 151 શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે World Photography Day ?

આ પણ વાંચો – Statement / આ રાજ્ય સરકારે મંદિરોમાં બિન-બ્રાહ્મણ પૂજારીઓની નિમણૂંક કરતા હોબાળો,CMએ કરી વિધાનસભામાં આ સ્પષ્ટતા

વિશ્વભરનાં ફોટોગ્રાફરો અને ફોટોગ્રાફીનાં શોખીનો માટે આજનો દિવસ ખાસ છે. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે અને વિશ્વ ફોટોગ્રાફી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ વિશ્વભરનાં ફોટોગ્રાફરોને સમાજનાં સારા અને ખરાબ અરીસાને પ્રતિબિંબિત કરતી તસવીરો લેવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, વિશ્વભરનાં ફોટોગ્રાફરો તેમની કલાનું પ્રદર્શન કરે છે. તે વાર્ષિક વૈશ્વિક ઉજવણી છે. તે ફોટોગ્રાફીનો ઇતિહાસ, તેની કલા, હસ્તકલા અને વિજ્ઞાન દર્શાવે છે.

1 150 શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે World Photography Day ?

આ પણ વાંચો – Shameful / પાકિસ્તાનમાં મહિલા ટિકટોકર પર ટોળાએ કર્યો હુમલો, કપડા પણ ફાંડી નાખ્યા, જુઓ વીડિયો

‘World Photography Day’ સૌપ્રથમ વર્ષ 2010 માં ઉજવવામાં આવ્યો હતો. ફોટોગ્રાફી દિવસની વાર્તા ઘણી જૂની છે. આપને જણાવી દઇએ કે, 9 જાન્યુઆરી 1839 માં ફ્રાન્સનાં જોસેફ નાઇસફોર અને લુઇસ ડોગરે ફોટોગ્રાફીની એક ટેકનીક ડોગોરોટાઇપ પ્રક્રિયાને વિકસાવી હતી. તેને વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા માનવામાં આવે છે. વળી, 19 ઓગસ્ટ 1839 નાં રોજ, ફ્રાન્સ સરકારે સત્તાવાર રીતે આની જાહેરાત કરી હતી. આ દિવસની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત વર્ષ 2010 એ વૈશ્વિક ફોટો ગેલેરી શરૂ કરવામાં આવી હતી.

1 149 શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે World Photography Day ?

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ

કહેવાય છે કે, વિશ્વની પ્રથમ સેલ્ફી 1839 માં લેવામાં આવી હતી. અમેરિકાનાં ફોટો પ્રેમી રોબર્ટ કોર્નેલિયસે વિશ્વની પ્રથમ સેલ્ફી લીધી હતી. રોબર્ટ કોર્નેલિયસે 1839 માં પ્રથમ સેલ્ફી લીધી હતી. એ અલગ વાત છે કે તસવીર લેતી વખતે રોબર્ટ કોર્નેલિયસને ખ્યાલ નહોતો કે આવનારા સમયમાં આ ફોટો ભવિષ્યમાં સેલ્ફી તરીકે જોવા મળશે. જણાવી દઇએ કે, રોબર્ટ કોર્નેલિયસે લીધેલ આ ફોટોગ્રાફ આજે પણ યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં છાપવામાં આવે છે. જણાવી દઇએ કે, 19 ઓગસ્ટ 2010 નાં રોજ, વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે તેની પ્રથમ વૈશ્વિક ઓનલાઇન ગેલેરીનું આયોજન કર્યું હતું. લગભગ 270 ફોટોગ્રાફરોએ તેમના ફોટા શેર કર્યા અને 100 થી વધુ દેશોનાં લોકોએ વેબસાઇટની મુલાકાત લીધી. જણાવી દઇએ કે, પ્રથમ ડિજિટલ ફોટોગ્રાફ 1957 માં લેવામાં આવ્યો હતો. કોડક ઇજનેરોએ લગભગ 20 વર્ષ પહેલા પ્રથમ ડિજિટલ કેમેરાની શોધ કરી હતી.