Not Set/ કુંભમાંથી આવેલાઓના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા આદેશ

પરંતુ કોરોનાએ તો જાણે તો આવા લોકોને પણ જાતેજ તેમના પાપ-પુણ્યના લેખાજોખા લખી આપવાનું  નક્કી કરી લીધું છે. હરિદ્વારના કુંભ મેળામાંથી પરત આવેલા  13 લોકો પોઝિટિવ નોંધાયા છે.

Gujarat Surat Trending
sidhdhpur 5 કુંભમાંથી આવેલાઓના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા આદેશ

હાલમાં હરિદ્વાર ખાતે કુંભનો મેલો ચાલીર્હ્યોચે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ સ્નાન કરી પુણ્યનું ભાતું બાંધવા જતા હોય છે. પરંતુ કોરોનાએ તો જાણે તો આવા લોકોને પણ જાતેજ તેમના પાપ-પુણ્યના લેખાજોખા લખી આપવાનું  નક્કી કરી લીધું છે. હરિદ્વારના કુંભ મેળામાં સુરત થી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા. છેલ્લા પંદર-વીસ દિવસ દરમિયાન 300થી વધુ યાત્રી હરિદ્વારથી પરત ફર્યા છે. તેમાંથી  13 લોકો પોઝિટિવ નોંધાયા છે.  કુંભમેળામાંથી આવનારના RT-PCR નેગેટિવ નહીં આવે ત્યાં સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવા પાલિકા કમિશનરે સૂચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પણ કુંભ મેળો ચાલુ છે. માઘ પૂર્ણિમા એટલે કે 27 ફેબ્રુઆરીથી કુંભ મેળાની શરૂઆત થઇ હતી. જે આગામી 27 એપ્રિલ સુધી ચાલશે. કોરોનાનાકાહેર વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કુંભ તરફ પ્રવાહ અવિરત રહ્યોછે.

સુરત મનપા દ્વારા બહારગામથી આવનારાઓ માટે ટેસ્ટિંગ વધાર્યા છે. જેમાં 300થી વધુ લોકો સમયાંતરે હરિદ્વાર કુંભમેળાથી આવ્યાં હોવાનો અંદાજ છે અને  તેમના ટેસ્ટીંગ કરતા અત્યાર સુધીમાં 13 લોકો પોઝિટિવ આવ્યાં છે. કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સુચિત કરાયા છે. બીજી તરફ અધિકારીઓ કહે છે કે, તમામ ટોલ નાકાઓ પર, સર્વેલન્સ સ્ટાફ, ધનવંતરી રથ પણ ટેસ્ટિંગ કરે છે. પરંતુ બહારગામથી આવતાં લોકો સહકાર આપતાં નથી. વિદેશથી આવ્યાં હોય તો પણ કહેતાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કમિશનરે કોરોનાની ગંભીરતા સમજી ટ્રાવેલિંગ કરવાનું ટાળવા અપીલ કરી છે.