Isha Koppikar Divorce/ બોલિવૂડમાં વધુ એક છૂટાછેડા, ઈશા કોપ્પીકર 14 વર્ષ પછી તેના પતિથી થઈ અલગ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન અને છૂટાછેડાના સમાચારો આવી રહ્યા છે. હવે વધુ એક કપલે છૂટાછેડાની જાહેરાત કરી છે. આ છે

Trending Entertainment
YouTube Thumbnail 2023 12 28T150036.678 બોલિવૂડમાં વધુ એક છૂટાછેડા, ઈશા કોપ્પીકર 14 વર્ષ પછી તેના પતિથી થઈ અલગ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન અને છૂટાછેડાના સમાચારો આવી રહ્યા છે. હવે વધુ એક કપલે છૂટાછેડાની જાહેરાત કરી છે. આ છે અભિનેત્રી ઈશા કોપ્પીકર જેણે લગ્નના 14 વર્ષ બાદ પોતાના પતિ સાથેના સંબંધોનો અંત લાવ્યો છે. ઈશા કોપ્પીકર અને તેના પતિ ટીમી નારંગ સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. આ દંપતીને એક પુત્રી પણ છે જે માતા ઈશા સાથે રહે છે. પતિથી અલગ થયા બાદ ઈશા તેની પુત્રી સાથે તેના માતા-પિતાના ઘરે રહે છે. જોકે, દંપતીએ છૂટાછેડાનું સાચું કારણ જાહેર કર્યું નથી.

ઈશા કોપ્પીકરે ‘એક વિવાહ ઐસા ભી’, ‘ક્રિષ્ના કોટેજ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે બોલિવૂડમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. હાલમાં, અભિનેત્રીએ તેના અંગત જીવનમાંથી છૂટાછેડાનો ખુલાસો કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ઈશા અને ટીમીના અલગ થવાના સમાચાર સાંભળીને ફેન્સ ચોંકી ગયા છે. જાણકારી અનુસાર, કપલે એકબીજા સાથે તાલમેલના અભાવને કારણે અલગ થવાનો નિર્ણય લીધો છે.

Instagram will load in the frontend.

ઈશા અને ટીમી નારંગની લવસ્ટોરી પણ ખૂબ જ સુંદર રહી છે. બંનેની પહેલી મુલાકાત જીમમાં થઈ હતી. ટીમીનું કહેવું છે કે તેને ઈશા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. શરૂઆતમાં બંને ફોન પર જ વાત કરતા હતા. ઈશા અને ટીમીની પહેલી ડેટ પણ મજેદાર હતી. ઈશા લગભગ 20 મિત્રો સાથે ડેટ પર આવી હતી. થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ઈશા અને ટીમીએ 2009માં લગ્ન કર્યા હતા. બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વર્ષ 2014માં ઈશાએ દીકરી રિયાનાને જન્મ આપ્યો જે હવે 9 વર્ષની છે. ઈશા કોપ્પીકરે ટીમી નારંગ સાથે લગ્ન કર્યા બાદ પોતાની કારકિર્દીને અલવિદા કહી દીધું. તેને પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી અને તેના પરિવારની સંભાળ લેવાનું શરૂ કર્યું. હવે અભિનેત્રી ધીમે ધીમે તેના પુનરાગમનની તૈયારી કરી રહી છે.

Instagram will load in the frontend.

ઈશા કોપ્પીકરે હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 1998માં તમિલ ફિલ્મ ‘કાધલ કવિતા’થી ડેબ્યૂ કર્યું હતું. આ માટે ઈશાને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ 2000માં ઈશા ‘ફિઝા’ નામની હિન્દી ફિલ્મમાં જોવા મળી હતી. તેની ક્રેડિટમાં શાહરૂખ ખાનની ‘ડોન’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘LOC કારગિલ’ અને ’36 ચાઇના ટાઉન’નો સમાવેશ થાય છે. વર્ષ 2002માં ઈશાએ આઈટમ સોંગ ‘ખલ્લાસ’ કર્યું હતું જે સુપરહિટ રહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: