ajab gazab/ આ ટ્વિન્સને સ્પર્શ કરવાથી તેમને ફ્રેક્ચર થઈ જાય છે!

નવજાત શિશુથી લઈ અમુક વર્ષ સુધી બાળકોની દેખરેખ ખૂબ રાખવી પડે છે. પણ આવી દુર્લભ બીમારીને કારણે માતાપિતાની જીંદગી પણ જીવનભર કષ્ટદાયક………..

Ajab Gajab News Trending
Beginners guide to 2024 04 04T142954.719 આ ટ્વિન્સને સ્પર્શ કરવાથી તેમને ફ્રેક્ચર થઈ જાય છે!

Ajab Gajab: અમેરિકાના એટલાન્ટા શહેરમાં મરિયમ અને મિયા નામની ફૂલ જેવી બાળકીઓ. જેઓ હજુ માંડ બે વર્ષની હશે. પણ તેને પકડવાથી કે સ્પર્શ કરવાથી તેમના હાડકા ફેક્ચર થઈ જાય છે. આવી દુર્લભ બીમારીને ઑસ્ટિઓજિનેસિસ ઇમ્પર્ફેક્ટા કહે છે. પણ તેમનું શું જેને આખી જીંદગી આવી પરિસ્થિતિમાં જીવવાનું હોય!

નવજાત શિશુથી લઈ અમુક વર્ષ સુધી બાળકોની દેખરેખ ખૂબ રાખવી પડે છે. પણ આવી દુર્લભ બીમારીને કારણે માતાપિતાની જીંદગી પણ જીવનભર કષ્ટદાયક બની જાય છે. સપ્ટેમ્બરમાં 2020માં જન્મેલી મરિયમ અને મિયાના શરીરમાં સ્પર્શ કરવાથી, હગ કરવાથી કે જાણેઅજાણે ધક્કો કે ઝટકો વાગવાથી પણ ફ્રૅક્ચર થઈ જાય છે. માતા રેયાન પોતાની દીકરીઓને ક્યાંક નુકસાન ન થાય તે માટે તેને સ્પર્શ નથી કરતી. આ બન્ને બાળકીઓ જન્મી ત્યારે પણ તેમના આખા શરીરમાં સંખ્યાબંધ ફ્રૅક્ચર થયેલાં હતાં.

ડૉક્ટર્સના મતે બાળકીઓમાં આ ખામી અત્યંત ગંભીર છે. એટલે કે તેઓ લાંબું જીવી શકશે નહીં. જોકે માતા રેયાનની કાળજી અને પ્રેમને કારણે બન્ને બાળકીઓ ત્રણ વર્ષની થઈ ચૂકી છે અને તેમને ભરપૂર પ્રેમ અને ખુશીઓ આપવાનો બનતો પ્રયત્ન કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એલિયન્સ અહીં અસ્તિત્વ ધરાવે છે! 2030 સુધીમાં નાસા મિશન હાથ ધરશે

આ પણ વાંચો:આટલા વર્ષો પછી સૂર્યનું થશે મૃત્યુ, જ્યારે સૂર્ય ફાટશે ત્યારે વિશ્વમાં કેવો થશે પ્રલય… વૈજ્ઞાનિકોની વાત સાંભળીને રહી જશો દંગ

આ પણ વાંચો:લોકો અહીં મૃતદેહો સાથે રહે છે, દરરોજ તેમને ખવડાવે છે અને તેમના હાલચાલ પણ પૂછે છે

આ પણ વાંચો:મૃત્યુ પછી… શું આત્માઓ આપણો પીછો કરે છે? જાણો તેનું કારણ