Not Set/ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની INX Media Caseમાં આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

દિલ્હી, INX મીડિયા હેરાફેરી કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો મળ્યો છે.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સુનિલ ગૌરની સિંગલ બેંચે ચુકાદો આપ્યો છે કે સીબીઆઈ અને ઇડી કેસમાં ચિદમ્બરમ દ્વારા આ આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી રદ થતાંની સાથે જ ધરપકડની તલવાર ચિદમ્બરમ ઉપર લટકતી રહી […]

Top Stories India
aaaamm 15 પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની INX Media Caseમાં આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

દિલ્હી,

INX મીડિયા હેરાફેરી કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો મળ્યો છે.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સુનિલ ગૌરની સિંગલ બેંચે ચુકાદો આપ્યો છે કે સીબીઆઈ અને ઇડી કેસમાં ચિદમ્બરમ દ્વારા આ આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી રદ થતાંની સાથે જ ધરપકડની તલવાર ચિદમ્બરમ ઉપર લટકતી રહી છે.

દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન પર ગયા વર્ષથી વચગાળાના સ્ટે મુકાયા હતા.આ અગાઉ સીબીઆઈ અને ઇડીએ ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, હાઈ કોર્ટે ચિદમ્બરમને ઇડી અને સીબીઆઈની તપાસમાં સહયોગ આપવા અને કોર્ટની મંજૂરી વિના દેશની બહાર ન જવા નિર્દેશ આપ્યો હતો.

એરસેલ-મેક્સિમ ડીલ કેસમાં સીબીઆઈએ તેમની સામે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં એવું કહેવામાં આવ્યું છે કે પી.ચિદમ્બરમે પૂર્વ નાણામંત્રી હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેની સામે આઈપીસીની કલમ 120B અને પીસી એક્ટની કલમ 7, 1213 (2) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 18 લોકોને આરોપી બનાવીને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ પર આરોપ મૂક્યો છે કે એરસેલ-મેક્સિસને એફડીઆઈની મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની અવગણના કરી હતી. ઇડી અનુસાર, એરસેલ-મેક્સિસ સોદામાં તત્કાલીન નાણાંમંત્રી પી. ચિદમ્બરમને કેબિનેટ સમિતિની મંજૂરી વિના મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ સોદો રૂ .3500 કરોડનો હતો. તો INX મીડિયા હેરાફેરી મામલામા પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર હેરફેરીનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.