America/ અમેરિકામાં યમરાજની મેરેથોન ઇનિંગ, 24 કલાકમાં 4૦૦૦ ના મોત,

અમેરિકામાં યમરાજની મેરેથોન ઇનિંગ, 24 કલાકમાં 4૦૦૦ ના મોત,

Top Stories World
diamo0nd 5 અમેરિકામાં યમરાજની મેરેથોન ઇનિંગ, 24 કલાકમાં 4૦૦૦ ના મોત,

અમેરિકા, ભારત અને બ્રાઝિલ એ વિશ્વના કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમેરિકામાં યમરાજા એ કાળો કહેર વર્તાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોનાએ 4000 થી વધુલોકોનો ભોગ લીધો છે તો છેલ્લા બે દિવસમાં કુલ 7700 થીવધુ લોકો કોરોનાનો કાળ બન્યા છે.

વિશ્વમાં અમેરિકામાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી નવા કેસમાં મામુલી ઘટાડો જોવા મળી રહ્યો  છે. નવા કેસ સવા લાખની અંદર નોધાઇ રહ્યા છે. ચિંતાની વાત છે કે અમેરિકામાં રસી આપવાની પ્રક્રિયા હોવા છતાં ચેપના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બ્રિટન એ પહેલો દેશ છે જ્યાં રસીને પ્રથમ મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં ભારતમાં પણ રસીકરણની પ્રક્રિયા માતાપાયે શરુ કરવામાં આવી છે.

વિશ્વભરમાં કેસની કુલ સંખ્યા 100 મિલિયનને વટાવી ગઈ છે અને 2.2 મિલિયનથી વધુ લોકોના મોત નોંધાયા છે. તે જ સમયે, ભારતમાં હવે કુલ કેસ એક કરોડની સંખ્યાને વટાવી ચુકી છે. કોરોનાનાં મોતની કુલ સંખ્યા એક લાખ 50 હજારને પાર કરી ગઈ છે.

Political / AIMIMના અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત, અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

Weather / રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત, પરંતુ રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ

America / મોદી સરકારને નવા કૃષિ કાયદાઓ પર અમેરિકાનો ટેકો મળ્યો, કહ્યું- આનાથી ભારતના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…