રાજકોટ/ જેતપુરથી ધોરજીને જોડતા ઓવર બ્રિજને લઈ લોકો પરેશાન, 5 વર્ષથી કામકાજ ખોરંભે

રાજકોટ જિલ્લાના જેતપુરના લોકો એક ઓવર બ્રિજને લઈ ને હેરાન પરેશાન જોવા થઇ રહ્યા છે, અને આ ઓવર બ્રિજ અને તેની સાથેના રોડનું કામ તાત્કાલિક પૂરું થાય તેવી માંગ કરી રહ્યાં છે,

Rajkot Gujarat
a 146 જેતપુરથી ધોરજીને જોડતા ઓવર બ્રિજને લઈ લોકો પરેશાન, 5 વર્ષથી કામકાજ ખોરંભે
  • જેતપુર થી ધોરાજીને જોડતા ઓવર બ્રિજને લઈને લોકો પરેશાન
  • ટ્રાફિક સમસ્યાને લઈને રાહદારીઓ પરેશાન
  • છેલ્લા 5 વર્ષ થી ઓવરબ્રિજ અને રોડની સમસ્યા
  • બ્રિજને જોડતા બંને તરફનો રોડ ના બનતા વધી ટ્રાફિકની સમસ્યા
  • તંત્રની “કામ થઇ રહ્યું છે થશે” નીતિને લઈને કામ ટલ્લે

રાજકોટ જિલ્લાના જેતપુરથી ધોરાજીને જોડતા ઓવર બ્રિજને લઈને લોકો પરેશાન થઇ રહ્યા છે.જે તે સમયે રેલ્વે લાઈન ઉપરથી ઓવરબ્રિજ બનાવવાની તાત્કાલિક જરૂર હતી. જે રેલ્વે દ્વારા અહીં એક ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે.પરંતુ નગરપાલિકા દ્વારા આ બ્રિજને જોડતો બંને તરફનો રોડ બનતો નથી જેને લઈને અહીં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે.અહીં સર્જાતી ટ્રાફિક સમસ્યા ને લઈને રાહદારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જયારે સરકારી તંત્ર “કામ થઇ રહ્યું છે થશે”ની નીતિ ને લઈને 5 વર્ષથી કામને ટલ્લે ચડાવી રહ્યાં છે,

રાજકોટ જિલ્લાના જેતપુરના લોકો એક ઓવર બ્રિજને લઈ ને હેરાન પરેશાન જોવા થઇ રહ્યા છે, અને આ ઓવર બ્રિજ અને તેની સાથેના રોડનું કામ તાત્કાલિક પૂરું થાય તેવી માંગ કરી રહ્યાં છે, જયારે સરકારી તંત્ર “કામ થઇ રહ્યું છે થશે” ની નીતિ ને લઈને 5 વર્ષથી કામ ને ટલ્લે ચડાવી રહ્યાં છે,

જેતપુર થી ધોરાજીને જોડાતો અને સીધો શહેરમાં જ આવતા જેતપુરનો ધોરાજી રોડ કે જેની સાથે એક રેલ્વેની લાઈન પણ અહીં થી પસાર થઇ રહી છે, આ રેલ્વે લાઈન ઉપર થઈ પસાર થતી ટ્રેનો ને લઈને અહીં અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હતો જેથી અહીં આ રેલ્વે લાઈન ઉપર થી ઓવરબ્રિજ બનાવવાની તાત્કાલિક જરૂર હતી જે રેલ્વે દ્વારા અહીં એક ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજ ને જોડતો બંને તરફ નો રોડ બનતો નથી જેને લઈને અહીં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે, અહીંથી મોટા વાહનો ને પ્રવેશ પણ બંધ છે જેથી શહેરમાં પ્રવેશ કરવા માટે વધુ મુશ્કેલી થઇ રહી છે સાથે સાથે અહીં રેલવે ફાટક હોય ટ્રેન ની અવરજવર વધુ હોય લોકો ને ફાટક બંધ થતા કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે, અહીં સર્જાતી ટ્રાફિક સમસ્યા ને લઈને રાહદારીઓ ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે, તેમાં પણ જયારે કોઈ બીમાર દર્દી ને લઈને એમ્બ્યુલન્સ જેવા વાહનો નીકળે તો ટ્રાફિક ને હિસાબે બીમાર દર્દી ની હાલત વધુ ખરાબ થઇ શકે છે, છેલ્લા 5 વર્ષ થી ઓવરબ્રિજ અને રોડ ની સમસ્યા સાથે ઝઝુમતા લોકોની માગ છે કે આ રોડ તાત્કાલિક શરૂ થાય

5 વર્ષ થી રેલ્વે દ્વારા જેતપુરના ધોરાજી રોડ ઉપર ના રેલ્વે લાઈન ઉપર ઓવરબ્રિજ બનાવી નાખવામાં આવ્યો છે જયારે ઓવરબ્રિજ ને જોડાતા રોડ બનાવવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામ બાબતે તદ્દન નીરસ જોવા મળે છે નગરપાલિકાની હદ માં આવતા આ રોડને તાત્કાલિક બનવવા માટે નગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ ને કામ આપવામાં આવશે તેવું જણાવી ને સરકારી નીતિ મુજબ કામ થી રહયું છે થશે જેવી નીતિ જોવા મળી હતી

વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર ને જેતપુર માં પ્રજાના કામ કરવામાં રસ નહોય તેવું જોવા મળે છે, અહીં સરકારની ઢીલી નીતિને લઈને પ્રજા હેરાન થઇ રહી છે જે જોતા જેતપુરના આ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂરું થાય તો વિકાસની ખરી વ્યાખ્યા થઇ શકે.

આ પણ વાંચો :સુરતના ખોલવડમાં સગીરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અજાણ્યા બાવાનો ઉલ્લેખ

આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો : કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર,કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દિનેશ શર્માનું રાજીનામું

આ પણ વાંચો :પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક