અમદાવાદ,
અમદાવાદના ગોતાના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી. ગણેશ જેનિસિસ ફ્લેટના છઠ્ઠા માળે ઘરમાં આગ લાગતા કેટલાક લોકો આગમાં ફસાઈ ગયા છે. આગની ઘટનાના પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી.
આપને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં 20થી 25 લોકો ફસાયા હોવાના જાણવા મળી રહ્યું છે.તો કેટલા લોકોને દાજી ગયા છે ત્યારે એક વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે.
આ આગ શોર્ટ સર્કિંટના કારણે લાગી છે. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ બિલ્ડિંગને બીયૂ પરમિશન નહોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.