નેશનલ હેરાલ્ડ કેસ/ સોનિયા ગાંધીએ ED પાસે માંગી આ વિષેશ મંજૂરી,જાણો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શનાલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે

Top Stories India
7 18 સોનિયા ગાંધીએ ED પાસે માંગી આ વિષેશ મંજૂરી,જાણો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શનાલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. તપાસ એજન્સી ઈડીની આ તપાસ સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પર એકઠા થવા લાગ્યા છે. આ સાથે દિલ્હી ટ્રાફિક પોલીસે સાવચેતીના ભાગરૂપે એડવાઈઝરી જારી કરી છે. કોંગ્રેસના કાર્યકરોના પ્રદર્શનને જોતા પોલીસે પાર્ટી હેડક્વાર્ટરની બહાર બેરિકેડ લગાવી દીધા છે. આ પૂછપરછ પહેલા પ્રિયંકા ગાંધી પણ સોનિયા ગાંધીના ઘરે પહોંચી ગયા છે.ઇડી પાસે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રિયંકા ગાંધી હાજર રહે તેવી  વિષેશ માંગ કરી છે.સોનિયા ગાંધીએ પુછપરછ દરમિયાન પુત્રી પ્રિયંકા ગાંધીને સાથે રાખવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ED સોનિયા ગાંધીની વિશેષ પૂછપરછની તૈયારી કરી રહ્યું છે. EDના એડિશનલ ડાયરેક્ટર જનરલ મોનિકા શર્માના નેતૃત્વમાં સોનિયા ગાંધીની ત્રણ તબક્કામાં પૂછપરછ કરવામાં આવશે. દસ્તાવેજો બતાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીના કહેવા પર તેમને તૂટક તૂટક આરામ આપવામાં આવી શકે છે. પ્રથમ તબક્કામાં સાત વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્યારબાદ યંગ ઈન્ડિયાને લઈને પૂછપરછ કરવામાં આવશે. બીજા તબક્કામાં AJL અને કોંગ્રેસને લગતા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં તમામ પાસાઓની પૂછપરછ કરવામાં આવશે.