israel hamas war/ ઈઝરાયેલ-હમાસ ઘર્ષણમાં ભારત કોની સાથે! PM મોદીએ આપ્યો જવાબ

હુમલામાં ઇઝરાયેલાના 22 નાગરીકો માર્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે

Top Stories World
who is india standing with Israel Gaza conflict pm narendra modi tweet ઈઝરાયેલ-હમાસ ઘર્ષણમાં ભારત કોની સાથે! PM મોદીએ આપ્યો જવાબ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મીડલ ઇસ્ટના બે દેશ વચ્ચે યુદ્ધ શરૂ છે. પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટી પર શાસન કરી રહેલા હમામ સંગઠને ઈઝરાયેલા પર રોકેટ અને બોમ્બ વડે હુમલા કર્યો છે. આ હુમલામાં ઇઝરાયેલાના 22 નાગરીકો માર્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલા વચ્ચે લોકોમાં ભારતના સ્ટેન્ડને લઇ પ્રતિક્રિયા ચાલી રહી છે.

ઈઝરાયેલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક પોસ્ટ મુકી છે. જેમાં વડાપ્રધાને હમાસના હુમલામાં માર્યા ગયેલા 22 ઇઝરાયેલી નાગરીકોના મોક પર દુખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ઇઝરાયેલામાં આતંકવાદીઓના હુમલાના અહેવાલથી આઘાતમાં છે. અમારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારની સાથે છે. આ કપરા સમયમાં અમે ઇઝરાયેલની સાથે એકજુઠ થઇને ઉભા છીએ.

જણાવી દઇએ કે હમાસે આજે બપોરે (ભારતીય સમય અનુસાર) હવાઇ અને જમીન પર ઇઝરાયેલ પર હુમલા કર્યો છે. આ દરમિયાન હમાસે 20 મિનિટમાં 7 હજારથી રોકેટ છોડ્યા હોવાની જાહેરાત કરી છે. આ સાથે હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘુસી ઇઝરાયેલી નાગરીકોનું અપહરણ કરી પેલેસ્ટાઇન લઇ ગયા હતા.

આ ઘટના બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ યુદ્ધની સત્તવાર જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધની અણીએ આવીને ઊભા છીએ અને અમે તે જીતી લઇશું. હમાસે જીવલેણ હુમલો કર્યો છે. હવે દુશમનોએ તેની મોટી કિંમત ચુકવવી પડશે.