કૃષિ આંદોલન/ ગ્રેટા,દિશા કે રિહાના અમારા કાર્યક્રમો નહીં ઘડે, ખેડૂતો ઘડશે : રાકેશ ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે  એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો કે શું અયોધ્યા માટે આંદોલન કરનારા લાલા કૃષ્ણ અડવાણી આંદોલનજીવી હતા? ભારતીય કિસાન યૂનિયનના નેતા

Top Stories
tiket ગ્રેટા,દિશા કે રિહાના અમારા કાર્યક્રમો નહીં ઘડે, ખેડૂતો ઘડશે : રાકેશ ટિકૈત

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે  એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો કે શું અયોધ્યા માટે આંદોલન કરનારા લાલા કૃષ્ણ અડવાણી આંદોલનજીવી હતા? ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવે. તેમણે કહ્યું કે, અમે દેશની નીતિ રસ્તાથી બદલીશું, સંસદથી નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, જેમણે હિંસા કરી છે તેમના પર કાર્યવાહી થવી જોઇએ. જો સરકાર વાત નથી કરતી તો અમે અહીં જ રહીશું. જો કે તેમણે કહ્યું કે, વાતચીત માટે પીએમે આવવાની જરૂર નથી. તેઓ જેને પણ મોકલશે અમે તેની સાથે વાત કરવા માટે તૈયાર છીએ. રાકેશ ટિકૈતે કહ્યું કે, ગ્રેટા, દિશા અથવા રિહાના અહીંનો પ્રોગ્રામ નહીં બનાવે, અહીંનો પ્રોગ્રામ ખેડૂતો બનાવશે. તેમણે કહ્યું કે, તેણી ભારતની વિરુદ્ધ નિવેદનબાજી ના કરી શકે.

Bollywood / સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહારે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપ

રાકેશ ટિકૈતને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમારા આંસુઓએ સંપૂર્ણ રીતે આંદોલનને બદલી દીધું?રાકેશ ટિકૈતે કહ્યું કે, ના એ ડરના આંસુ હતા, કે ના ખૌફના. એ ખેડૂતના આંસુ હતા. રાકેશ ટિકૈતે કહ્યું કે, 26 જાન્યુઆરીના પોલીસની આગળ ગુંડાઓ હતા, એ લાકડીઓ ચલાવી રહ્યા હતા. પોલીસે જણાવવું જોઇએ કે પોલીસની બૈરિકેડિંગની અંદર લાકડીઓ લઇને કોણ પહોંચ્યું હતુ? રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે વાત કરીએ તો કોને કરીએ? અમને તો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. ટિકૈતે કહ્યું કે, અમને જમાત કહેવામાં આવ્યા છે, જમાત કોને કહે છે? આંદોલનજીવી કોને કહે છે? શું લાલ કૃષ્ણ અડવાણી જ્યારે અયોધ્યામાં ગયા તો તેઓ આંદોલનજીવી હતા? શું મુરલી મનોહર જોશી આંદોલનજીવી હતા? મહાત્મા ગાંધી, સરદાર ભગતસિંહ આંદોલનજીવી હતા?

CM Vijay Rupani / મારી તબિયત સારી, મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે : CM રૂપાણી

જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે, ગ્રેટા કોણ છે? તો તેમણે કહ્યું કે, એ વૃક્ષો લગાવવાનું કામ કરે છે. 2022ની ચૂંટણી લડવાથી ઇનકાર કરતા તેમણે કહ્યું કે, અહીં કોઈએ વોટ શોધવા માટે ના આવવું જોઇએ. તેમણે કહ્યું કે, ચૂંટણીની બીમારીથી બિલકુલ દૂર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, તેઓ ક્યારેય ચૂંટણી નહીં લડે. રાકેશ ટિકૈતે કહ્યું કે, તેઓ જાટ નેતા નહીં, પરંતુ ખેડૂત નેતા છે.

ISRO / પ્રથમ વખત અતરીક્ષમાં ભગવદ્ ગીતા અને PM મોદી સાથે 25 હજાર લોકોના નામ જશે, 28મી ISRO લોન્ચ કરશે સેટેલાઈટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…