Not Set/ રાજકોટ:PM મોદીના હસ્તે લોકાર્પણ કરેલા જીમને તાળું,લાખો રૂપિયાના સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

રાજકોટ, વર્ષ 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કલેક્ટર કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે અહીં આધુનિક જીમનું નિર્માણ કરી તેમાં લાખો રૂપિયાની કિંમતના સાધનો પણ વસાવી લેવામાં આવ્યા હતા. પરંતુ પ્રજાના પરસેવાના રૂપિયાથી ખરીદવામાં આવેલા આ સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાય છે. કારણ કે, આ આધુનિક જીમને અલીગઢી તાળા લગાવી […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 125 રાજકોટ:PM મોદીના હસ્તે લોકાર્પણ કરેલા જીમને તાળું,લાખો રૂપિયાના સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

રાજકોટ,

વર્ષ 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કલેક્ટર કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે અહીં આધુનિક જીમનું નિર્માણ કરી તેમાં લાખો રૂપિયાની કિંમતના સાધનો પણ વસાવી લેવામાં આવ્યા હતા. પરંતુ પ્રજાના પરસેવાના રૂપિયાથી ખરીદવામાં આવેલા આ સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાય છે. કારણ કે, આ આધુનિક જીમને અલીગઢી તાળા લગાવી દેવામાં આવ્યા છે.

જીમને તાળુ મારી દેતા જીમની અંદરના સાધનો પડતર બની કટાઇ રહ્યા છે. જીમ બંધ કરી દેવામાં આવતા સ્વાસ્થ્યની દરકાર કરતા યુવાનોમાં રોષ ફેલાયાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

યુવાનોમાં ચર્ચા ચાલી રહી છે કે, શહેરમાં બે કલેક્ટરો ચાર્જ સંભાળી જતા રહ્યા પરંતુ બે માંથી કોઇએ પણ જીમ શરૂ કરાવાની દરકાર કરી નથી. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે આ જીમ બનાવવામાં આવ્યું હતું.

જેમાં રહેલા સાધનોની કિંમત અંદાજે રૂપિયા 25 લાખથી વધુ છે. પરંતુ હાલમાં આ જીમમાં તાળા હોવાથી આ સાધનો પડતર બની ગયા છે. કલેક્ટર કચેરીમાં રહેલા જીમની તમામ જવાબદારી સામાન્ય રીતે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હોય છે. ત્યારે નવનિયુક્ત કલેકટર રાહુલ ગુપ્તા આ અંગે ક્યારે અને કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.