Success/ UAE એ રચ્યો ઇતિહાસ, ભારતના મિશન મંગલ જેવું હોપ માર્સ મિશન સફળ, સ્પેસ ક્રાફ્ટ ‘હોપ’ મંગળ ગ્રહની નજીક પહોંચ્યું

ભારતનું મિશન મંગળ સફળ રહ્યું હતું, ત્યારબાદ બોલિવૂડમાં વિદ્યા બાલન અભિનેતા ફિલ્મ બની હતી તે પણ હિટ રહી હતી. ભારત બાદ હવે UAEનું મિશન સફળ થયું છે. એટલું જ નહીં હોપ માર્સ મિશન  દ્વારા સંયુક્ત આરબ

Top Stories World
mission UAE એ રચ્યો ઇતિહાસ, ભારતના મિશન મંગલ જેવું હોપ માર્સ મિશન સફળ, સ્પેસ ક્રાફ્ટ 'હોપ' મંગળ ગ્રહની નજીક પહોંચ્યું

ભારતનું મિશન મંગળ સફળ રહ્યું હતું, ત્યારબાદ બોલિવૂડમાં વિદ્યા બાલન અભિનેતા ફિલ્મ બની હતી તે પણ હિટ રહી હતી. ભારત બાદ હવે UAEનું મિશન સફળ થયું છે. એટલું જ નહીં હોપ માર્સ મિશન  દ્વારા સંયુક્ત આરબ અમીરાતે ઈતિહાસ રચી દીધો છે. UAEનું સ્પેસક્રાફ્ટ ‘હોપ’  મંગળ ગ્રહની નજીક પહોંચી ગયું છે. UAEના પહેલા ઈન્ટરપ્લેનેટરી અંતરિક્ષ યાન ‘હોપે’ ગયા મંગળવારે સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, મંગળ પર UAEનું પેહલું મિશન મંગળવારના રોજ લાલ ગ્રહને એકદમ નજીક પહોંચી ગયું અને પહેલા પ્રયાસમાં જ સફળતાપુર્વક તેની કક્ષામાં પણ પ્રવેશ કરી લીધો છે. #HopeProbeના નામથી ઓળખાનારા UAEના માર્સ મિશને એક સંકેત મોકલીને આ અંગેની પુષ્ટી આપી દીધી છે.

કૃષિ આંદોલન / ગ્રેટા,દિશા કે રિહાના અમારા કાર્યક્રમો નહીં ઘડે, ખેડૂતો ઘડશે : રાકેશ ટિકૈત

મંગળ મિશનના ટ્વીટર અકાઉન્ટના એક ટ્વીટ પ્રમાણે, સફળતા હોપપ્રોબ સાથે સંપર્ક ફરીથી સ્થાપિત થઈ ગયો છે. માર્સ ઓર્બિટ મિશન હવે પૂરુ થઈ ગયું છે. અંતિરક્ષ યાન મંગળની કક્ષામાં પહોંચ્યો તો મંગળની કક્ષામાં પહોંચનારો તે પાંચમો દેશ બની ગયો છે અને અરબ દેશોમાં પહેલો દેશ બન્યો છે.આ અંગેની જાણકારી નેશનલ સ્પેસ એજન્સીએ પણ આપી દીધી છે. હોપે સૌર મંડળના સૌથી મોટા જ્વાળામુખીના ફોટા ક્લિક કરીને પૃથ્વી પર મોકલી આપ્યા છે. સ્પેસ એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સવારની રોશનીમાં ઓલંપસ મોંસ ઉભરીને આવતો દેખાઈ રહ્યો છે.

Bollywood / સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહારે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપ

https://twitter.com/HopeMarsMission/status/1359407286364606464?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1359407286364606464%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fthe-uae-spacecraft-hope-has-reached-near-mars%2F

આ ફોટો બુધવારે અંતરિક્ષ યાન દ્વારા 24700 કિમીની ઊંચાઈએથી લેવામાં આવ્યો છે. આ મિશનનો હેતુ મંગળ ગ્રહ પરની સીઝન પરથી પડદો ઉઠાવવાનો છે પરંતુ UAE હવે આ અંતરિક્ષ અભિયાનને અરબ ક્ષેત્રના યુવાનો માટે પણ એક પ્રેરણા તરીકે જાહેર કરવા ઈચ્છે છે. હોપ એ ત્રણ અંતરિક્ષયાનોમાંનુ એક છે જે મંગળ ગ્રહ સુધી પહોંચ્યું છે. ચીન અને અમેરિકાએ પણ ગયા વર્ષે જુલાઈમાં મંગળ માટે અંતરિક્ષયાન મોકલ્યા હતા. જુલાઈના સમયમાં પૃથ્વી અને મંગળ વચ્ચે સૌથી ઓછું અંતર જોવા મળે છે.

CM Vijay Rupani / મારી તબિયત સારી, મારા સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે : CM રૂપાણી

Image result for image of hope mission uae

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…