Rajkot/ ચૂંટણી આવી ખુશીઓ લાવી, વિવિધ પ્રકારની દંડવસૂલાતમાંથી સામાન્ય પ્રજાને મુક્તિ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાપાલિકાની આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને આડે હવે માંડ એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે જાણે શહેરીજનોને રિઝવવા ઉચ્ચકક્ષાએથી આદેશ મળ્યો હોય તેમ

Top Stories
rmc 4 ચૂંટણી આવી ખુશીઓ લાવી, વિવિધ પ્રકારની દંડવસૂલાતમાંથી સામાન્ય પ્રજાને મુક્તિ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાપાલિકાની આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને આડે હવે માંડ એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે જાણે શહેરીજનોને રિઝવવા ઉચ્ચકક્ષાએથી આદેશ મળ્યો હોય તેમ મહાપાલિકા તંત્ર અને પોલીસતંત્રએ નાગરિકોને નિયમભંગ બદલ દંડના વસુલાત બંધ કરી દીધી હોવાની સ્થાનિક પ્રજામાં ચર્ચા થઈ રહી છે. ચૂંટાઈને આવ્યા બાદ ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો પુરા થાય કે નહીં હાલમાં તો દંડમાંથી મુક્તિ મળી રહી હોય સ્થાનિક પ્રજાને મોજ પડી રહી છે. મહાપાલિકા દ્વારા વિવિધ આર્થી વધુ પ્રકારના નિયમોના ભંગ બદલ સામાન્ય દિવસોમાં દંડની વસુલાત કરવામાં આવતી હોય છે જે હાલ લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

Image result for image of traffic police wering mask in gujarat

 

sucess / UAE એ રચ્યો ઇતિહાસ, ભારતના મિશન મંગલ જેવું હોપ માર્સ મિશન સફળ, સ્પેસ ક્રાફ્ટ ‘હોપ’ મંગળ ગ્રહની નજીક પહોંચ્યું

રાજકોટ મહાપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઝબલાના વપરાશ બદલ દંડ વસુલી ઝબલા જપ્ત કરવામાં આવતા હતા તે કામગીરી હાલ બંધ કરી દેવાઈ છે. ચૂંટણી ટાણે વેપારીઓની નારાજગીનો સામનો ન કરવો પડે માટે હાલ આ કામગીરી છેલ્લા પખવાડિયાથી બંધ છે.આ ઉપરાંત જાહેરમાં થૂંકનાર વાહનચાલકોને મહાપાલિકા દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવતા હતા તે પણ હાલ બંધ છે. જાહેરમાં કોઈપણ પ્રકારનો કચરો ફેંકનાર તેમજ જાહેરમાં દવાખાનામાં વપરાશમાં લેવાયેલું , પાટા, નિડલ, સિરીંઝ સહિતના મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા દવાખાનાઓ અને લેબોરેટરીઓને દંડ કરાતો હતો તે પણ હાલ બંધ છે.

કૃષિ આંદોલન / ગ્રેટા,દિશા કે રિહાના અમારા કાર્યક્રમો નહીં ઘડે, ખેડૂતો ઘડશે : રાકેશ ટિકૈત

Image result for image of pani ki killat

શહેરભરમાં હાલ પાણીની ફરિયાદો વ્યાપક બની છે છતાં દર ઉનાળે થતું પાણીચોરીનું ચેકિંગ બંધ છે. ઈલેકટ્રીક મોટર વડે ડાયરેકટ પમ્પિંગ કરીને અનેક લોકો વધુ પાણી ખેંચી લેતા હોય તેના લીધે અનેક લોકોને ઓછું પાણી મળી રહ્યું છે પરંતુ આ અંગે કરાતી દંડનીય કાર્યવાહી પણ હાલમાં બંધ કરી દેવાઈ છે.જ્યારે ભૂતીયા નળ જોડાણો અંગેનું ચેકિંગ છેલ્લા આઠેક મહિનાથી ચાલુ હતું તે પણ હાલમાં બંધ કરી દેવાયું છે.ઉપરોકત તમામ પ્રકારની દંડનીય કાર્યવાહીઓ બંધ કરી દેવાઈ છે. ચૂંટણી નજીકમા હોય મતદારો નારાજ ન થાય તે માટે ફકત મહાપાલિકા તંત્ર જ નહીં પરંતુ પોલીસતંત્ર સહિતના અન્ય વિભાગો દ્વારા પણ હાલમાં કોઈપણ પ્રકારના દંડ કરવામાં આવતા નથી જેના કારણે શહેરીજનોને મજા પડી ગઈ છે.

Image result for image of traffic police wering mask in gujarat

Bollywood / સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહારે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપ

ચૂંટણી મહાપાલિકાની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે અચાનક મતદારોની કિંમતમાં રાતોરાત વધારો થઈ જાય છે અને તેમને પડતી તકલીફો દૂર કરવા માટે રાજકારણીઓ આતુર બની જતા હોય છે. મહાપાલિકાએ વિવિધ નિયમ ભંગ બદલના દંડ વસુલવાનું હાલમાં લગભગ બંધ કરી દીધું છે અને કદાચ ચૂંટણી પરિણામો સુધી બંધ જ રહેશે. બીજીબાજુ પોલીસતંત્રએ પણ વન-વે ભંગ, રોંગસાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ સહિતના મેમા આપવાનું પણ બંધ કરી દીધું છે. અમુક વિસ્તારોમાં તો બિલકુલ મેમા અપાતા નથી તો અમુક વિસ્તારોમાં મંદગતિએ કામગીરી ચાલી રહી છે.

Image result for image of traffic police wering mask in gujarat

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…