SVPI Airport/ અમદાવાદના SVPI એરપોર્ટ પર વધુ મેટલ ડિટેક્ટરો અને એક્સ-રે મશીન આવતા મુસાફરોને થશે રાહત

અમદાવાદ એરપોર્ટ પર વધુને વધુ મેટલ ડિટેક્ટરો અને એક્સ-રે મશીન આવતા મુસાફરોને મળતી સગવડમાં વધારો થયો છે. તેના લીધે શહેરના એરપોર્ટ પર મુસાફરોના આવાગમનનો અનુભવ વધુને વધુ આરામપ્રદ રહેશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 06T121522.170 અમદાવાદના SVPI એરપોર્ટ પર વધુ મેટલ ડિટેક્ટરો અને એક્સ-રે મશીન આવતા મુસાફરોને થશે રાહત

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર વધુને વધુ મેટલ ડિટેક્ટરો અને એક્સ-રે મશીન આવતા મુસાફરોને મળતી સગવડમાં વધારો થયો છે. તેના લીધે શહેરના એરપોર્ટ પર મુસાફરોના આવાગમનનો અનુભવ વધુને વધુ આરામપ્રદ રહેશે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિને જવાબદાર રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (એસવીપીઆઇ) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રડે કરવામાં આવ્યું છે અને તેમા વધુ સારી રીતે વ્યવસ્થાપિત જગ્યા સાથે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડમાં મુસાફરોના ધસારાનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે વિસ્તૃત સુરક્ષા ચેક પોઈન્ટ અને અપગ્રેડ કરેલ ચેક-ઈન કાઉન્ટર્સનો સમાવેશ થાય છે, જે સમાંતર રીતે વધુ મુસાફરોને સંભાળી શકે છે.

“ચેક-ઇન અને સિક્યોરિટી ચેક જેવા મુખ્ય એન્ટ્રી પોઇન્ટ પર પેસેન્જરનો ધસારો ઘટાડવાના દૃષ્ટિકોણથી, SVPI એરપોર્ટ ટર્મિનલ 2 પાસે હવે સુરક્ષા ચેકપોઇન્ટ્સ પર બેગેજ એક્સ-રે મશીનની સંખ્યા બમણી કરી છ કરી છે, જેનો સીધો અર્થ એમ થાય છે કે મુસાફરોનું હેન્ડલિંગ વધુ સરળ બનશે. આ ઉપરાંત, શહેરના એરપોર્ટ પર ત્રણ નવા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMDs) પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે હવે કુલ સંખ્યાને નવ પર લઈ ગયા છે, ”એમ વિકાસને જાણતા એક સૂત્રએ જણાવ્યું હતું.

SVPI એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાં 28 ચેક-ઇન કાઉન્ટર છે. આમાંથી છ ગ્રાહકોની બે સમાંતર કતારોને સમાવવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેનાથી પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતામાં વધુ વધારો થશે.

“SVPI એરપોર્ટ ઓપરેટર બાકીના ચેક-ઇન કાઉન્ટરોને પણ અપગ્રેડ કરવાની પ્રક્રિયામાં છે,” સૂત્રએ જણાવ્યું હતું. આ ઉપરાંત, વધુ મુસાફરોને સમાવવા માટે ટર્મિનલના આગમન વિભાગમાં ઇમિગ્રેશન વિસ્તારને પણ વધારાના 2,550 ચોરસ મીટર દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યો છે. મુસાફરોના ધસારાને વધુ ઘટાડવા માટે હવે આગમન થાય તે વિસ્તારમાં 24 કાઉન્ટરો ઇમિગ્રેશન માટે મૂકવામાં આવ્યા છે. શહેરના એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાં હાલમાં છ બોર્ડિંગ ગેટ છે. વિસ્તરણના આગલા તબક્કામાં, એરપોર્ટ ઓપરેટર વધુ બોર્ડિંગ ગેટ અને એરો બ્રિજ પણ ઉમેરવાની યોજના ધરાવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ