Ukraine Crisis/ પોલેન્ડ બોર્ડર પર ફસાયો સુરતનો યુવક, માતા-પિતાને વીડિયો મોકલી કરી જાણ

મહુવા તાલુકાના કરચેલિયા ગામનો 21 વર્ષીય યુવાન યૂક્રેનમાં ફસાયો છે. ત્યારે હાલની ભયજનક પરિસ્થિતિમાં યુવાન યૂક્રેન – પોલેન્ડની બોર્ડર પર પહોંચવા 45 કિલોમીટર ચાલીનેં પહોંચ્યો હતો.

Top Stories Surat
Untitled 82 7 પોલેન્ડ બોર્ડર પર ફસાયો સુરતનો યુવક, માતા-પિતાને વીડિયો મોકલી કરી જાણ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. 4 દિવસ પહેલા ટરનોપીલ યુનિવર્સિટીથી પોલેન્ડ બોર્ડર પર જવા 40 જેટલાં વિદ્યાર્થીઓ બસ કરીને નીકળ્યાં હતા. પરંતું બસને 45 કિ.મી દુર અટકાવી દેવાતા તમામ બાળકો પગપાળા માયનસ 5 ડીગ્રી તાપમાનમાં ચાલતા પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા હતાં. જેમાં સુરતના મહુવાના કરચેલીયા ગામનો યુવાન પણ ફસાયો છે.  ત્યારે પોતાના બાળકોને પરત લાવવા માટે પરિવારજનોએ સરકાર પાસે મદદ માગી છે.

  • પોલેન્ડ બોર્ડર પર ફસાયો સુરતનો યુવક
  • 45 કિ.મી ચાલી પહોંચ્યો બોર્ડર પર
  • માતા-પિતાને વીડિયો મોકલી કરી જાણ
  • પરિવારજનોએ સરકાર પાસે માગી મદદ

મહુવા તાલુકાના કરચેલિયા ગામનો 21 વર્ષીય યુવાન યૂક્રેનમાં ફસાયો છે. ત્યારે હાલની ભયજનક પરિસ્થિતિમાં યુવાન યૂક્રેન – પોલેન્ડની બોર્ડર પર પહોંચવા 45 કિલોમીટર ચાલીનેં પહોંચ્યો હતો. તો બીજી તરફ છેલ્લાં 90 કલાકથી ફસાયેલ યુવાનને પરત લાવવા તેનાં માતા પીતા સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યાં છે.

યૂક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ છે ત્યારે યૂક્રેનમા અભ્યાસ કરવા ગયેલાં હજારો વિદ્યાર્થીઓ હજુ ત્યાં ફસાયા છે. વાત કરીએ સુરત જિલ્લાના મહુવાના કરચેલિયાની તો અહીનો 21 વર્ષીય યુવાન જીગર વોરા કે જે 2 વર્ષ અગાઉ યૂક્રેનની ટરનોપીલ ઇન્ટરનેશનલ મેડીકલ યુનિવર્સીટીમા મેડીકલ અભ્યાસ માટે ગયો હતો. હાલ યુદ્ધનાં માહોલ વચ્ચે ફસાયેલા જીગરે તેનાં માતા-પિતાને ફોન કરી વતન પરત લાવવા મદદની માંગ કરી હતી. અને વિડીયો મોકલી પરિવારજનોને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણ કરી હતી.  હાલ આ ભયના માહોલ વચ્ચે 4 દીવસ પહેલા યુનિવર્સીટીથી પોલેન્ડ બોર્ડર પર જવા 40 જેટલાં વિદ્યાર્થીઓ બસ કરીને નીકળ્યાં હતા.

પરંતું બસને 45 કિ.મી દુર અટકાવી દેવાતા તમામ બાળકો પગપાળા 5 ડીગ્રી તાપમાનમા ચાલતા પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા હતા. 90 કલાકથી બોર્ડર પર ફસાયેલા તમામ યુવાનો વતન પરત આવવા મદદ માંગી રહ્યાં છે તો બીજી તરફ પરિવારજનો પણ પોતાના બાળકોની પરત આવવાની રાહ જોઈને બેઠા છે.

Russia-Ukraine Conflict / આંકડામાં સમજો, પુતિન-ઝેલેન્સકીમાં કોણ ભારે, સૈન્ય-અર્થતંત્રમાં કોને વધુ નુકસાન?

ગુજરાત / કોંગ્રેસના ત્રણ નેતાઓને કાયદેસર નોટિસ પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

Russia-Ukraine war / વોલોડિમિર ઝેલેન્સ્કી તેના દેશવાસીઓની લાશો અને તેના રાષ્ટ્રના કાટમાળનો ભાર ઉપાડી શકશે  ?

Ukraine Crisis / યુક્રેનના સત્તાવાળાઓ હવે અમારી સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે :વિદ્યાર્થીઓની ફરિયાદ