લાંચ/ તમિલનાડુ પોલીસે ED અધિકારીને 20 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી તમિલનાડુના ડિંડીગુલમાં એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે.

Top Stories India
5 તમિલનાડુ પોલીસે ED અધિકારીને 20 લાખની લાંચ લેતા રંગે હાથે પકડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી તમિલનાડુના ડિંડીગુલમાં એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. સમાચાર એજન્સી ANIએ શુક્રવારે (1 ડિસેમ્બર) સ્થાનિક પોલીસને ટાંકીને આ માહિતી આપી હતી.આરોપી ED ઓફિસરનું નામ અંકિત તિવારી જણાવવામાં આવ્યું છે. આરોપ છે કે અંકિત તિવારી તેની ED અધિકારીઓની ટીમ સાથે ઘણા લોકોને ધમકાવી રહ્યા હતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેમનો કેસ બંધ કરાવવાના નામે લાંચ લેતા હતા

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ડીવીએસી (ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન)ના અધિકારીઓએ તિવારીને ડિંડીગુલમાં 20 લાખ રૂપિયાની રોકડ સાથે પકડ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. DVAC એ મદુરાઈમાં ED ઓફિસની પણ સર્ચ કરી છે.