Not Set/ પેટાચૂંટણી/ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર મતદાન શરૂ

ગુજરાત  રાજ્યની વિધાનસભા 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યની છ બેઠકો પર પેટા ચૂંટણી માટે ઇવીએમ અને વીવીપેટના માધ્યમથી મતદાન શરૂ થયું છે. રાજ્યની છ બેઠકો અમરાઈવાડી, થરાદ, બાયડ, રાધનપુર, લુણાવાડા અને ખેરાલુમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. કુલ 42 ઉમેદવારો મેદાન માં છે. તો સામે લાખ 76 […]

Top Stories Gujarat Others
voting પેટાચૂંટણી/ ગુજરાત વિધાનસભાની 6 બેઠક પર મતદાન શરૂ

ગુજરાત  રાજ્યની વિધાનસભા 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યની છ બેઠકો પર પેટા ચૂંટણી માટે ઇવીએમ અને વીવીપેટના માધ્યમથી મતદાન શરૂ થયું છે. રાજ્યની છ બેઠકો અમરાઈવાડી, થરાદ, બાયડ, રાધનપુર, લુણાવાડા અને ખેરાલુમાં પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. કુલ 42 ઉમેદવારો મેદાન માં છે. તો સામે લાખ 76 હજાર   715 મતદારો મતદાન  કરશે.

શાંતિપૂર્ણ રીતે મતદાન નો પ્રારંભ થયો છે. મુખ્યત્વે મુખ્યત્વે આ 6 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ 6 બેઠકની પેટાચૂંટણી પર સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. 6 વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઇને મતદાન કેન્દ્ર પર SRP, CRPF, BSF સહિતની ટૂકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે સંવેદનસીલ મતદાન કેન્દ્રનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. મતદાન કેન્દ્ર પર પોલીસજવાનો અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં છે. જ્યારે ચૂંટણીને લગતી ફરિયાદ  1950 હેલ્પલાઇ નંબર પર કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.