સુરત/ વીર નર્મદ યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષામાં કર્યો છબરડો,જાણો વિગત

બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી. 

Top Stories Gujarat
8 20 વીર નર્મદ યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષામાં કર્યો છબરડો,જાણો વિગત

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી હમેંશા વાદ-વિવાદમાં જ રહે છે, થોડા દિવસ પહેલા ફીમાં તોંતિગ વધારતા વિવાદ થયો હતો હજી તેની શાહી સૂંકાઇ નથી ત્યાં ફરી એકવાર ઓનલાઇન પરિક્ષામાં પ્રશ્નપત્ર જુદા વિષયનું પેપર આપતાં યુનિવર્સિટીએ છબરડો કર્યો હતો.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.  છબરડા માટે પ્રખ્યાત છે,ફરી એકવાર વધુ એક છબરડો તેમના નામે નોંધાયો છે. કરોડો રૂપિયા ઓનલાઈન પરીક્ષા લેવામાં ખર્ચવામાં આવે છે તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. વધુ એક છબરડો કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની ઓનલાઇન પરીક્ષામાં જોવા મળ્યો. બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર-3 નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ. આ છબરડાના કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી.

નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી છે. પરંતુ પરીક્ષા મામલે યુનિવર્સિટીના સત્તાધીશો બિન્દાસ્ત જોવા મળી રહ્યાં છે. કોઇને ને કોઇ પરીક્ષામાં ક્ષતિના કારણે યુનિવર્સિટીમાં છબરડાઓ થતા જ રહે છે. જેમાં અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી, પરંતુ વિદ્યાર્થીઓ ટેનશનમાં મૂકાઈ જાય છે. તેમના સમયનો વેડફાટ થાય એ જુદો. યુનિવર્સિટીમાં કોઇ વખત પેપર સેટર ખોટા પેપર તૈયાર કરે છે. તો કોઇક વખત સોફ્ટવેર જ આખે આખુ પેપર જ બદલી નાંખે છે. આજે બી.એસ.સી કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર-4 ની બિઝનેસ સિસ્ટમની પરીક્ષા હતી. બપોરે 12.30 વાગ્યે ઓનલાઇન પરીક્ષા શરૂ થઇ ત્યારે  બિઝનેસ સિસ્ટમના બદલે સેમેસ્ટર-૩ નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ થયુ હતુ.

સ્ક્રીન પર ખોટુ પેપર આવી જતા પહેલા તો વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા કે પરીક્ષા તો બિઝનેસ સિસ્ટમની હતી. તો આ પેપર આવ્યુ કયાંથી? આ અંગે યુનિવર્સિટીને જાણ કરતા ઓનલાઇન પરીક્ષા લેતી એજન્સીનો સંર્પક કરીને તાબડતોડ પેપર બદલાવ્યુ હતુ. આ કારણે પરીક્ષા દોઢ કલાક મોડી શરૃ થઇ હતી.