RMC/ રાજકોટને ખાડાનગરી બનતા અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને, મ્યુનિ.કમિશનરને રજૂઆત

એક સમયે સ્માર્ટ સિટી રાજકોટ તરીકે નામના પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી રૂપાણીનું હોમટાઉન રાજકોટ હવે ખાડાનું નગર બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે,રાજકોટ શહેર ઝડપી વિકાસ અને સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેનો હજુ વધુ

Gujarat Rajkot
gadde રાજકોટને ખાડાનગરી બનતા અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને, મ્યુનિ.કમિશનરને રજૂઆત

એક સમયે સ્માર્ટ સિટી રાજકોટ તરીકે નામના પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી રૂપાણીનું હોમટાઉન રાજકોટ હવે ખાડાનું નગર બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે,રાજકોટ શહેર ઝડપી વિકાસ અને સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેનો હજુ વધુ વિકાસ થાય અને એક રોલ મોડેલ સીટી તરીકે સમગ્ર દેશમાં ઉભરી આવે તે ખાસ જરૂરી છે. રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ રસ્તાઓ લાંબા સમય બાદ નવા બનાવેલ હોય ત્યાં કોર્પોરેશન દ્વારા અવાર નવાર વિવિધ જગ્યાઓ પર ખોદકામ કરી રસ્તાઓની હાલત ખરાબ કરી નાખતા રાહદારીઓના હાલ બેહાલ થયા છે.આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ દ્વારા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને રજૂઆત કરાઈ હતી.

udit agrawal રાજકોટને ખાડાનગરી બનતા અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને, મ્યુનિ.કમિશનરને રજૂઆત

લવ જેહાદ / દીકરીને જેહાદીઓના હાથમાં ન જવા દેવાય : ગૃહમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શરૂ કરી ચર્ચા

ખાસ કરીને રાજકોટની રોનક કહી શકાય તેવા શહેરના હાર્દ સમા કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી, તથા ભરચક એરીયા એવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રરોડ, જયુબેલી બાગ, વગેરે વિવિધ રસ્તાઓ પર વારંવાર ખોદકામ કરવામાં આવે છે. હાલમાં અલગ હોસ્પિટલ ચોકવાળા રીંગ રોડના બન્ને સાઈડ સાયકલીંગ ટ્રેક રોડ કે જે સીમેન્ટ રોડ હોય ત્યાં અને કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાસે, બાલાજી હોલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોર્પોરેશન દ્વારા ખોદાકામ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

WQW રાજકોટને ખાડાનગરી બનતા અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને, મ્યુનિ.કમિશનરને રજૂઆત

બોલિવૂડને લાગ્યું ગ્રહણ / અભિનેત્રી અને ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઈમાં ચાલી રહી છે સારવાર

આખું વર્ષ વિવિધ કામો માટે રીપેરીંગકામ તથા ખોદકામ ચાલુ જ રહે છે. જેથી ત્યાંના રહેવાસીઓ અને અવર જવર કરતા લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડે છે અને ટ્રાફીક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. કોર્પોરેશન દ્વારા અગાઉ કામગીરી કરીને રસ્તાઓ રીપેર કર્યા હોય ત્યાં ફરીવાર ખોદકામ કરીને અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ખુબ જ આશ્ચર્ય જનક જણાઈ રહ્યું છે. તેથી કોર્પોરેશને અગાઉ પ્લાનીંગ કરીને રસ્તાઓનું ખોદકામ કરવું જોઈએ અને એક જ વખત ખોદેલ રસ્તાઓ પર સંપૂર્ણ કામગીરી એકી સાથે પૂર્ણ થવી જોઈએ. તેમજ કામગીરી પુર્ણ થતા તે રોડને સમથળ કરી વ્યવસ્થીત ડામર કામ કરવું જોઈએ જેથી લોકોને મુશ્કેલી ન પડે.સામાન્ય નાગરિકોનો કકડાટ તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવતો નથી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો કેવો પડઘો પડે છે તે જોવું રહ્યું.

મહાકુંભ -2021 / કોરોનાની વચ્ચે કુંભમેળાના શ્રીગણેશ, કોરોના નેગેટિવ રિપોર્ટ વિના સ્નાન કરી નહીં શકે શ્રદ્ધાળુઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…