કચ્છમાં ઠંડીની ફરી જમાવટ થઈ છે શીત મથક નલિયામાં એક રાતમાં જ પારો 7.4 ડીગ્રી ગગડી સિંગલ ડિજીટમાં પહોંચતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા આજે સવારે પણ ઠંડીના કારણે બજારનો માહોલ નીરસ રહ્યો હતો
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના પગલે કચ્છમાં અચાનક ગાયબ થયેલી ઠંડીએ ફરી પગદંડો જમાવી દીધો છે. પવનની દિશા પુનઃ ઉત્તરની થતાં પાછલાં 24 કલાક દરમિયાન કચ્છમાં લઘુત્તમ તાપમાન 3 થી 7.4 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે ગગડ્યું છે. નલિયામાં એક જ રાતમાં પારો 7.4 ડીગ્રી ગગડી 8.2 ડીગ્રીના સિંગલ ડિજીટે પહોંચ્યો છે. ભુજમાં 3.3 ડીગ્રી ઘટી 13.3, કંડલા પોર્ટ ખાતે 5.4 ડીગ્રીના ઘટાડા સાથે 13.1 અને કંડલા એરપોર્ટ ખાતે 4.6 ડીગ્રીના ઘટી 12.6 લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં સર્વાધિક ઠંડુ કેન્દ્ર નલિયા રહ્યું છે. કચ્છમાં એક જ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં થયેલા ચઢાવ-ઉતારથી ભારે વિષમતા સર્જાઈ છે. જિલ્લામાં ઠંડીના જોરથી લોકો હવે ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શકયતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.