Not Set/ 5 વર્ષમાં PMની સંપત્તિમાં 50%નો વધારો,સવા કરોડની છે ફિક્સ ડિપોઝીટ,જાણો મોદીની સંપત્તિ વિશે

વારાણસી, પીએમ મોદીએ વારાણસીમાંથી લોકસભાની ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે અમિત શાહ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. ઉમેદવારી ફોર્મ મુજબ મોદીની પાસે રૂ.38,750 રૂપિયા રોકડા છે અને તેમની કુલ સંપત્તિ રૂ.2.51 કરોડની છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. એફિડેવિટ મુજબ તેમના ઘરની કિંમતમાં પાંચ […]

Top Stories
Modi Affidavit 2 5 વર્ષમાં PMની સંપત્તિમાં 50%નો વધારો,સવા કરોડની છે ફિક્સ ડિપોઝીટ,જાણો મોદીની સંપત્તિ વિશે

વારાણસી,

પીએમ મોદીએ વારાણસીમાંથી લોકસભાની ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે અમિત શાહ સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. ઉમેદવારી ફોર્મ મુજબ મોદીની પાસે રૂ.38,750 રૂપિયા રોકડા છે અને તેમની કુલ સંપત્તિ રૂ.2.51 કરોડની છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. એફિડેવિટ મુજબ તેમના ઘરની કિંમતમાં પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયાની વૃદ્વિ થઇ છે. જ્યારે સોનાની વીંટીની કિંમતમાં ઘટાડો થયો છે. મોદીએ શપથ પત્રમાં તેમના પત્ની જશોદાબેનના નામનો ઉલ્લેખ પણ કર્યો છે.

મોદીની એફિડેવિટના મુદ્દાઓ

એફિડેવિટ મુજબ મોદીની કુલ સંપત્તિ 2,51,36,119 રૂપિયા

2014ની આવેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 1,65,91,582 રૂપિયા હતી

મોદીએ 2014માં ગાંધીનગર સ્થિત ઘરની કિંમત 1 કરોડ રૂપિયા ગણાવી હતી

2019માં મકાનની કિંમત 1.10 કરોડ રૂપિયા થઇ છે.

2019માં 4 સોનાની વીંટીની કિંમત 1,13,800 રૂપિયા બતાવી છે

2014માં 45 ગ્રામની આ વીંટીની કિંમત 1,35,000 બતાવી હતી

ગાંધીનગર સ્થિત એસબીઆઇ બેંકના ખાતામાં 4,143 રૂપિયા છે

એફડીમાં 1,27,81,574 રૂપિયા,

એનએસસી 7,61,466 રૂપિયા,

એલઆઇસીમાં 1,90,347 રૂપિયા

મોદીના એક કંપનીના 20 હજાર રૂપિયાના શેર્સ છે.

તેમની પાસે કેશ માત્ર 38,750 રૂપિયા છે.