India-Pakistan/ પાકિસ્તાની નાગરિક ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી જતા BSFએ કર્યું આ કામ….

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે (10 માર્ચ) પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાનીની ધરપકડ કરી હતી

Top Stories India

India-Pakistan : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે (10 માર્ચ) પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાનીની ધરપકડ કરી હતી.  તે ફિરોઝપુર મારફતે જ ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો. BSF જવાનોએ જણાવ્યું કે તેમની પાસેથી અંગત સામાન સિવાય કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી.ANI ન્યૂઝ એજન્સીએ BSFને ટાંકીને જણાવ્યું હતું કે, “BSFના જવાનોએ 1 પાકિસ્તાની નાગરિકને સરહદી વાડની આગળ પકડી લીધો હતો. તે ફિરોઝપુર હેઠળના ભારતીય વિસ્તારમાં ઘૂસ્યો હતો.” આ સિવાય કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી. બાદમાં તેને માનવીય આધાર પર પાકિસ્તાન રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.”

આ પહેલા BSFએ BOP તીર્થ નજીકથી (India-Pakistan) પણ એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. પકડાયેલો ઘુસણખોર ભારતીય સરહદમાં ફેન્સીંગ પાસે નાસતો ફરતો હતો. તેની ઓળખ મલંગકાલા ગામ પાકિસ્તાનના રહેવાસી ગુલ રહેમાન ઉ.અહમર ખાન તરીકે થઈ હતી.

જવાનોને આરોપીઓ (India-Pakistan )પાસેથી એક ઓળખ કાર્ડ, 10 રૂપિયાની પાકિસ્તાની કરન્સી, બે મહિલાઓના ફોટા, એક સિમ કાર્ડ, ત્રણ પેન, જર્દાનું પેકેટ મળ્યું છે. એક બાંગ્લાદેશી પણ ઝડપાયો હતો BSFએ ગુરુવારે (9 માર્ચ) બાંગ્લાદેશના ચટગાંવ જિલ્લાના પૂર્વાહા દુર્ગાપુર ગામનો રહેવાસી શમશુદ્દીન ઉ.વ. કબીર અહેમદની ધરપકડ કરી હતી. તેને પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં પ્રવેશતા જોઈને જવાનોએ તેને ઘેરી લીધો અને તેને પકડી લીધો. તલાશી દરમિયાન તેની પાસેથી પાકિસ્તાની ચલણ, કાંસકો અને લાઈટર મળી આવ્યું હતું.

રણનીતિ/ભાજપે લોકસભાની 160 બેઠકો માટે બનાવી ખાસ પ્રચાર રણનીતિ

UP vs RCB/યુપી વોરિયર્સે એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 10 વિકેટે હરાવ્યું

અંબાજી મોહનથાળ પ્રસાદ/આવતીકાલે અંબાજી બંધનું એલાન, અંબાજી હિત રક્ષા સમિતિ આર યા પારના મૂડમાં