રિમાન્ડ/ ટીએમસીના નેતાએ PM મોદીના મોરબી વિઝિટના ખર્ચ મામલે ફેક ન્યુઝ ટ્વિટ કરતા ધરપકડ, બે દિવસના રિમાન્ડ

સાકેત ગોખલે પર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે

Top Stories India
TMC leader

TMC leader :  મોરબીની હોનારતમાં 135 લોકોના મોત નિપજયા છે.આ મામલે હજપુણ જે કંપનીનો કોન્ટ્રાકટ હતો તેના માલિકની ધરપકડ કરવામાં આવી નથી આ મામલે ટીએમસીના નેતાએ મોદી અંગે  ટીકા કરી હતી જેના લીધે ધરપકડ  કરવામાં આવી છે. ણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેને ગુજરાત પોલીસ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ઝડપી લાવી છે. તેમની ધરપકડ પછી તેમને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા જ્યાંથી પોલીસને તેમના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. મોરબીની ઘટના મામલે ટ્વીટ કરવામાં ગોખલેને કાયદાનો સકંજો લાગ્યો છે.

નોંધનીય છે કે  સાકેત ગોખલે પર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને આ મામલે કહ્યું હતું કે, સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર ફ્લાઈટમાં ગયા હતા ત્યાં ઉતરતાની સાથે જ ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર સેલમાં તેમની સામે ખોટો કેસ કરાયો છે. તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ચુપ થઈ જશે નહીં. પોલીસે માત્ર તેમને એક કોલ કરવાની પરવાનગી આપી હતી જેમાં તેમણે પોતાની ધરપકડ અંગે માતાને ફોન કરીને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સાકેતે થોડા સમય પહેલા એક ન્યૂઝ પેપર ના કટિંગ સાથે મોરબીમાં બ્રિજ દુર્ઘટના પછી જ્યારે નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી તેની પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચ થયો હોવાનું કહ્યું હતું. જોકે તે ન્યૂઝ ખોટા હોવાનું સામે આવતા સાકેત સામે કાર્યવાહી થઈ હતી.
નોંધનીય છે કે ટીએમસીના નેતાની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંઝૂર કર્યા છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોથી વધુ લોકોના મોત નિપજ્યા હતા, આ દુર્ઘટના મામલે રાજકારણ પણ ગરમાયું હતું.