Not Set/ ગુજરાત/ GPSC દ્વારા નાયબ મામલતદાર અને Dyso ની પરીક્ષા યોજાઈ

આજે રાજ્યભરમાં GPSCની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં  GPSC દ્વારા નાયબ મામલતદાર અને Dyso ની પરીક્ષા યોજવામાં આવી રહી છે ત્યારે  રાજ્યભર ના કુલ 2.34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 32 જિલ્લામાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કુલ 920 સેન્ટર પર GPSC પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં અમદાવાદનાં 150 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન […]

Top Stories Gujarat Others
kutch 1 ગુજરાત/ GPSC દ્વારા નાયબ મામલતદાર અને Dyso ની પરીક્ષા યોજાઈ

આજે રાજ્યભરમાં GPSCની પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં  GPSC દ્વારા નાયબ મામલતદાર અને Dyso ની પરીક્ષા યોજવામાં આવી રહી છે ત્યારે  રાજ્યભર ના કુલ 2.34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 32 જિલ્લામાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કુલ 920 સેન્ટર પર GPSC પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં અમદાવાદનાં 150 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 37,365 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઇ ગેરરીતિ ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

જયારે રાજકોટમાં કુલ 54 કેન્દ્રોમાં 12000થી વધુ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન વિવિધ પરીક્ષા કેન્દ્રો ની મુલાકાત લીધી હતી. તેમને જણાવ્યું કે GPSC પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેના માટે ચોકસાઈ વર્તવામાં આવી રહી છે.

પોલીસ નો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે CCTV મોનિટરિંગ પણ કરવામાં આવી રહી છે. કેન્દ્ર પર ગેજેટ અને મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થી ને કોઈ સમસ્યા ન પડે તેનું પણ તંત્ર ધ્યાન રાખી રહી છે. સ્કોડ ટીમ નાના માં નાની બાબતો નું ધ્યાન રાખશે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિની  ઘટના ન બને.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.