Not Set/ જયારે અમે ગુજરાતમાં ઉભા થયા ત્યારે તેઓને સી પ્લેનમાં ઉડવું પડ્યુ હતું : રાહુલ ગાંધી

દિલ્લી, રાજધાની દિલ્લીના રામલીલા મેદાને ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આકોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ અને અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચુંટણીનું બિગુલ ફૂકી દીધું છે. #WATCH Congress President Rahul Gandhi says, 'The Chinese are aggressively pursuing […]

Top Stories
ujfjfj જયારે અમે ગુજરાતમાં ઉભા થયા ત્યારે તેઓને સી પ્લેનમાં ઉડવું પડ્યુ હતું : રાહુલ ગાંધી

દિલ્લી,

રાજધાની દિલ્લીના રામલીલા મેદાને ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આકોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ અને અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચુંટણીનું બિગુલ ફૂકી દીધું છે.

બીજી બાજુ જન આકોશ રેલીમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. બેન્કોમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી, ચીન સાથેના ડોકલામ ઈશ્યુ, ખેડૂતોની લોન તેમજ આત્મહત્યા, ભ્રષ્ટાચાર, દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા વિવાદ સહિતના અનેક મુદાઓ અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

જન આકોશ રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલતા જણાવ્યું,

પીએમ મોદી કહેતા હતા કે બેટી બચાવો, બેટી પઢાઓ. પરંતુ છેલ્લાં ૭૦ વર્ષમાં પહેલી વખત વડાપ્રધાને વિદેશમાં કહેવામાં આવ્યું કે તમે મહિલાઓની સાથે યોગ્ય કરી રહ્યા નથી.

છેલ્લા ૬૦ મહિનામાં ભાજપના ધારાસભ્યોએ મહિલાઓ પર હુમલા કર્યા છે.

મોદીના સી પ્લેન અંગે કટાક્ષ કરતા તેઓએ જણાવ્યું, કોંગ્રેસી શેરના બચ્ચાઓ છે, અને જયારે એ ઉભા થયા ત્યારે તેઓને સી પ્લેનમાં ઉડવું પડે છે.

પીએમ મોદીની ચુપકીદી અંગે ટાણો મારતા તેઓએ કહ્યું,

ચૂંટણી પંચથી લઇ આઇઆઇટી અને આઇઆઇએમ જેવી તમામ સંસ્થાઓમાં આરએસએસના લોકોને મૂકવામાં આવી રહ્યા છે. દરેક મંત્રી પાસે આરએસએસનો ઓએસડી છે. પરંતુ મોદી જી ચુપ છે.

પીએમ મોદીએ દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કહી હતી, પરંતુ ચાર વર્ષમાં રોજગાર તો છોડો છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે.

અમિત શાહના પુત્રે ૫૦ હજાર રૂપિયાની કંપનીને  ૮૦ કરોડમાં બદલી નાખી, પરંતુ મોદી જી ચુપ રહે છે.

સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજ પ્રજાની સામે આવી ન્યાય માંગે છે, પરંતુ મોદી જી ચુપ છે.

એક સમાન કર જીએસટીને લઇ વધુ એક વાર ગબ્બર સિંહ ટેક્સ ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું, “તેણે અસંગઠિત ક્ષેત્રને બર્બાદ કરી દીધું છે. ચીન ૨૪ કલાકમાં ૫૦૦૦૦ બેરોજગારોને રોજગાર આપે છે, જ્યારે ભારતમાં માત્ર ૪૫૦ રોજગારી જ ઉભી થઇ રહી છે.

દેશના ટોચના ૧૫ સૌથી મોટા ઉદ્યોગપતિઓનું ૨.૫ લાખ કરોડનું દેવું માફ કરી દેવામાં આવ્યું છે, પરંતુ દેશના ખેડૂતોની કોઇ લોન માફ કરાઇ નથી.

હું તેમની ઓફિસ ગયો અને કહ્યું કે તમે ૧૫ લોકોના દેવા માફ કર્યા છે. તમે દેશના ખેડૂતોના દેવા માફ કરો, પરંતુ મોદી જી એ મારા પ્રશ્નનો જવાબ સુદ્ધા આપ્યો ન હતો.

અમારા દ્વારા દેશમાં ક્યારેય પણ આક્રમણ કરવામાં આવ્યું નથી.

અમારા વિચારોથી જ દેશ આગળ વધતો હોય છે.

ભાજપમાં અરુણ જેટલી, લાલ કૃષ્ણ અડવાણી તેમજ કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીની વાત સંભાળવવામાં આવશે નહીં, મોદી અને અમિત શાહની વાત સાંભળવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ ક્યારેય પણ આ અંગે વાત કરી શકતા નથી કારણ કે, બીજેપીમાં માત્ર એક જ વ્યક્તિનું શાસન ચાલે છે.

અમારી કોંગ્રેસ પાર્ટીમાં લીડરશીપની કોઈ કમી નથી.

કોંગ્રેસ પાર્ટીમાં ૧૮ વર્ષથી લઇ ૮૦ વર્ષ સુધીના તમામ વ્યક્તિઓને સન્માન મળશે, જેઓ આદર નહિ કરે, હું તે વ્યક્તિઓ પર કાર્યવાહી કરીશ.

કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્ય સાથે ઉભી રહે છે, પરંતુ મોદી જી સત્યની પાછળ ઉભા હોય છે.

મીડિયાના મિત્રો કહેતા હતા ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ૨૫ સીટ કરતા વધુ સીટ નહિ મળે.

આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની શક્તિ લોકોને જોવા મળી રહી છે, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉભા થયા છે.

મોદીજીએ કોંગ્રેસ અંગે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, પરંતુ હવે સત્ય બહાર આવી રહ્યું છે.