DEFENCE/ રાજકોટમાં બનનારા શસ્ત્રો નાટોના દળો ઉપયોગમાં લેશે

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં બનનારા શસ્ત્રોને નાટોના દળો વાપરતા જોવા મળે તે દિવસો દૂર નથી. 2023થી રાજકોટમાં નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી રિવોલ્વર, પિસ્તોલ, શોટગન્સ તેમજ શસ્ત્રોનું ઉત્પાદન થવા લાગશે.

Gujarat Rajkot
Rajkot Nato arms રાજકોટમાં બનનારા શસ્ત્રો નાટોના દળો ઉપયોગમાં લેશે
  • ગુજરાતી મહિલા દ્વારા રાજકોટમાં ડિફેન્સ યુનિટ સ્થાપવામાં આવશે
  • દેશના સશસ્ત્ર દળો અને નાટો સર્ટિફાઇડ શસ્ત્રો અને તેના પાર્ટ્સનું ઉત્પાદન કરાશે
  • કુલ 50 કરોડ રૂપિયાનું રોકાણ કરવામા આવશે
  • ફેક્ટરીમાં મુખ્યત્વે મહિલાઓ જ કામ કરતી હશે

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં બનનારા શસ્ત્રોને નાટોના દળો વાપરતા જોવા મળે તે દિવસો દૂર નથી. 2023તી રાજકોટમાં નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી રિવોલ્વર, પિસ્તોલ, શોટગન્સ તેમજ શસ્ત્રોનું ઉત્પાદન થવા લાગશે.

રાજકોટમાં જન્મેલી અને મુંબઈમાં ઉછરેલી પ્રીતિ પટેલ હથિયારો બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. પ્રીતિને હથિયાર બનાવવા માટે જરૂરી લાયસન્સ મળી ગયા છે. તે રાજકોટ નજીક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. તેમનો ઉદ્દેશ ભારતીય દળોને આધુનિક બનાવવાનો છે. પ્રીતિ પટેલ રાસ્પિયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (આરઇપીએલ)ના સીએમડી છે.

સૌથી મોટી વાત એ છે કે કંપનીના યુનિટમાં નાટો સર્ટિફાઇડ હથિયાર પણ બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં મેડ ઇન ગુજરાત રાઇફલ્સ નાટો સેનામાં ગર્જના કરશે. પ્રીતિના આ મોટા પ્રયાસથી ઓટો પાર્ટ્સના હબ તરીકે ઓળખાતા અને જાણીતા રાજકોટ સાથે નવી ઓળખ ઉમેરાશે.

ગુજરાતી મહિલામાંથી રક્ષા ઉત્પાદક બનેલી પ્રીતિ પટેલ આ માટે રાજકોટમાં 50 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. પ્રીતિનું કહેવું છે કે અમે પિસ્તોલની સાથે એસોલ્ટ રાઇફલ પણ બનાવીશું. અમને નાટોના ઉપયોગથી વપરાતા હથિયારો બનાવવાનું લાયસન્સ પણ મળી ગયું છે. કંપનીનો પ્લાન્ટ 2023ના અંત સુધીમાં કામ કરવાનું શરૂ કરી દેશે.

પ્રીતિ કહે છે કે અમે સશસ્ત્ર દળો માટે શસ્ત્રોની આખી શ્રેણી બનાવીશું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છેલ્લી મુલાકાતમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ રાજકોટમાં વિમાનના પાર્ટ્સ બનાવવામાં આવશે. હવે રાજકોટ વિમાનના પાર્ટ્સની સાથે શસ્ત્રોનું પણ ઉત્પાદન કરશે.

પ્રીતિ પટેલનું કહેવું છે કે કંપની પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સેલ છે. તે સ્વદેશી ઉપકરણોને અપગ્રેડ કરવાનું કામ કરશે, જેથી ભારતીયો નવા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે. પ્રીતિના મતે કંપનીમાં સારી એવી સંખ્યામાં મહિલાઓ હશે. આ માટે 35 મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો આ કંપની ઓલ વુમન આર્મ્સ ફેક્ટરી હશે, જેમાં મહિલાઓનું વર્ચસ્વ રહેશે. તે નારી શક્તિનું પ્રતીક પણ બનશે. આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા હથિયારોનો ઉપયોગ નાટો અને ભારતના સશસ્ત્ર દળો કરશે.