Jasdan-Accident/ જસદણમાં ગમખ્વાર અકસ્માતઃ મામા અને બે ભાણીના કરૂણ મોત

રાજકોટ ફરીથી અકસ્માતના અંગે રંગાયું છે. જસદણના બાખલવડ ગામે ગમખ્વાર અકસ્માતમાં કાર અને બાઇક એકબીજા સાથે અથડાતા ત્રણના મોત થયા છે. આ અકસ્માતમાં મામા તેમજ ભાણીના કરૂણ મોત થયા છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 79 જસદણમાં ગમખ્વાર અકસ્માતઃ મામા અને બે ભાણીના કરૂણ મોત

રાજકોટઃ રાજકોટ ફરીથી અકસ્માતના અંગે રંગાયું છે. જસદણના (Jasdan) બાખલવડ ગામે ગમખ્વાર અકસ્માતમાં (Accident) કાર અને બાઇક એકબીજા સાથે અથડાતા ત્રણના મોત થયા છે. આ અકસ્માતમાં મામા તેમજ ભાણીના કરૂણ મોત થયા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ લાવવામાં આવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો છે.

આ દુર્ઘટનાનો ઘટનાક્રમ જોઈએ તો બેફામ રીતે ચાલતી કારે બાખલવડ ગામ પાસેથી પસાર થતાં બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મામા ભાણેજના સ્થળ પર જ મોત થયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકિયા અને માહી ઓળકિયા છે. આ ઘટના બતાવે છે કે હાઇવે પર મોટા વાહનો કેટલા બેફામ ચાલે છે. ટુ-વ્હીલર ચલાવવા તો જાણે હવે મોત માથે લઈ ભમવા જેવી વાત બની ગઈ છે.

આજે વાહન ચાલકની એવી તે કેવી ગફલતભરી સ્પીડ હશે કે તેણે બાઇકચાલકને ટક્કર મારી દીધી. આ ટક્કર પાછી એટલી ખરાબ હતી કે મામા-ભાણીના ઘટનાસ્થળે મોત થયા હતા. રાજ્યમાં બનતી અકસ્માતની જીવલેણ ઘટનાઓ દર્શાવે છે કે વાહનચાલકો કેવા બેફામ છે. આ અકસ્માત સર્જનારાઓ તો તેમની ભૂલ થઈ અને વીમો આપી છૂટી જશે, પરંતુ જેના કુટુંબીઓએ જીવનનો આધાર ગુમાવ્યો તેમનું શું થશે. વાસ્તવમાં દરેક અકસ્માત સર્જનાર વાહન ચાલકના માથા પર તેના લીધે જેનું મોત થયું હોય તેના કુટુંબની આખી જવાબદારી કાયમ માટે સુપ્રદ કરવામાં આવે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે. બે-ચાર લાખ રૂપિયાના વળતરમાં કોઈનું દળદર નહીં ફીટે. જ્યાં સુધી અકસ્માત સર્જનારના માથા પર તેના લીધે મૃત્યુ પામનારના કુટુંબની સમગ્ર જવાબદારી નહીં આવે ત્યાં સુધી આ સિલસિલો નહીં અટકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ